રોહિત શેટ્ટી એક જ ફિલ્મમાં અજય દેવગન, અક્ષયકુમાર, રણવીર સિંહ, કરીના કપૂર ખાન, દીપિકા પાદુકોણ અને જૅકી શ્રોફને લઈને આવી રહ્યો છે
રોહિત શેટ્ટી અને અજય દેવગન
રોહિત શેટ્ટી હવે એક જ ફિલ્મમાં અજય દેવગન, અક્ષયકુમાર, રણવીર સિંહ, કરીના કપૂર ખાન, દીપિકા પાદુકોણ અને જૅકી શ્રોફને લઈને આવી રહ્યો છે. રોહિતની છેલ્લી ફિલ્મ ‘સર્કસ’ બૉક્સ-ઑફિસ પર નિષ્ફળ ગઈ હતી. જોકે હવે તેણે ‘સિંઘમ અગેઇન’ પર ફોકસ શરૂ કરી દીધું છે. આ ફિલ્મ રોહિત શેટ્ટીની અત્યાર સુધીની સૌથી મોટી ફિલ્મ છે. એમાં અત્યાર સુધીના સૌથી મોટા અને સૌથી વધુ ઍક્ટર્સ જોવા મળશે. તેના માટે આ એક ડ્રીમ ટીમ બરાબર છે. આ ફિલ્મ હાલમાં પ્રી-પ્રોડક્શન સ્ટેજ પર છે. એનું શૂટિંગ ઑગસ્ટમાં શરૂ કરવામાં આવશે. આ ફિલ્મને ૨૦૨૪ના ઇન્ડિપેન્ડન્સ ડેના વીક-એન્ડ પર રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મનું શૂટિંગ ઇન્ડિયામાં અને વિદેશમાં કરવામાં આવશે. આ ફિલ્મમાં તે પહેલી વાર લેડી સિંઘમને પણ ઇન્ટ્રોડ્યુસ કરવા જઈ રહ્યો છે, જે દીપિકા હશે. રણવીર સિંહ અને અક્ષયકુમાર તેમના અગાઉના પાત્રમાં જ જોવા મળશે. તેઓ ૨૦ દિવસ માટે આ ફિલ્મનું શૂટિંગ કરશે. આ ફિલ્મમાં કરીના સિંઘમની પત્નીના રોલમાં જોવા મળશે. જોકે દીપિકા ફિલ્મમાં ઍક્શન કરતી દેખાશે. આ ફિલ્મમાં જૅકી શ્રોફ વિલનના પાત્રમાં જોવા મળશે. ‘સૂર્યવંશી’માં એન્ડ-ક્રેડિટમાં જે દૃશ્ય દેખાડવામાં આવ્યું હતું ત્યાંથી હવે ‘સિંઘમ અગેઇન’ની સ્ટોરી શરૂ થશે.