તાહિરા કશ્યપ અને આયુષ્યમાન ખુરાનાએ ૨૦૦૮માં ૭ વર્ષની રિલેશનશિપ પછી લગ્ન કર્યાં હતાં
રોમૅન્ટિક બર્થ-ડે વિશ સાથે મૂકી આ તસવીર
આયુષ્યમાન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપની ગઈ કાલે ૨૧ જાન્યુઆરીએ ૪૨મી વર્ષગાંઠ હતી. એ દિવસે આયુષ્યમાને પત્નીને રોમૅન્ટિક બર્થ-ડે વિશ કરી હતી. આયુષ્યમાને બીજી એક પોસ્ટમાં પ્રેમીથી માંડીને પતિ બનવા સુધીના પ્રવાસની બહુ ખૂબસૂરત રજૂઆત કરી હતી. આયુષ્યમાને લખ્યું છે કે ‘આયુષ, પપ્પા આવી ગયા, પછી ફોન કરું છું’થી લઈને ‘પપ્પા, આયુષ આવી ગયો, હું પછી ફોન કરું છું’ સુધીના એકબીજાના સાથનો અનુભવ કર્યો છે. તાહિરા કશ્યપ અને આયુષ્યમાન ખુરાનાએ ૨૦૦૮માં ૭ વર્ષની રિલેશનશિપ પછી લગ્ન કર્યાં હતાં. તેમના દીકરા વિરાટવીરનો ૨૦૧૨માં અને દીકરી વરુષ્કાનો ૨૦૧૪માં જન્મ થયો હતો.


