આયુષ્માન ખુરાના (Ayushmann Khurrana)ની પ્રખ્યાત ફિલ્મ `ડ્રીમ ગર્લ 2`(Dream Girl 2 )માટે હજી પણ દર્શકોને વધુ રાહ જોવી પડશે, હવે આ ફિલ્મ જૂલાઈમાં રિલીઝ નહીં થાય.
આયુષ્માન ખુરાના
`ડ્રીમ ગર્લ` (Dream Girl)આયુષ્માન ખુરાના (Ayushmann Khurrana)ની પ્રખ્યાત ફિલ્મોની યાદીમાં સામેલ છે. હવે ચાહકો `ડ્રીમ ગર્લ 2`(Dream Girl 2 )ની રાહ જોઈ રહ્યા છે જેમાં અનન્યા પાંડે(Ananya Panday)અભિનેતા સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. ફિલ્મના તાજેતરમાં રિલીઝ થયેલા ટીઝરે ચાહકોનો ઉત્સાહ બમણો કરી દીધો છે. તે જ સમયે, `ડ્રીમ ગર્લ 2`ની નવી રિલીઝ ડેટની જાહેરાત કરવામાં આવી છે.
અગાઉ આ ફિલ્મ 7 જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી, પરંતુ હવે તેને મોકૂફ કરીને આગળ લઈ જવામાં આવી છે. આયુષ્માન ખુરાનાએ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ ફિલ્મની નવી રિલીઝ ડેટ સાથે એક લાંબી પોસ્ટ શેર કરી છે.
ADVERTISEMENT
`ડ્રીમ ગર્લ 2` હવે 7 જુલાઈના બદલે 25 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ વિલંબનું કારણ ફિલ્મના VFX વર્કને જવાબદાર માનવામાં આવે છે. વાસ્તવમાં `ડ્રીમ ગર્લ 2`માં VFXનું કામ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે ફિલ્મમાં આયુષ્માન ખુરાના પૂજા અને કરમની ભૂમિકા ભજવી રહ્યા છે.
View this post on Instagram
આ પણ વાંચો: મન્નતની મહેમાન બનેલી મોડલ નવપ્રીત કૌર માટે શાહરુખ ખાને બનાવ્યા પીત્ઝા
તેના વિશે વાત કરતાં બાલાજી ટેલિફિલ્મ્સ લિમિટેડના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર એકતા આર કપૂરે કહ્યું, `અમે ઈચ્છતા હતા કે આયુષ્માન ખુરાનાનું પાત્ર `ડ્રીમ ગર્લ 2`માં પૂજા તરીકે એકદમ પરફેક્ટ દેખાય, અને તેથી જ અમે ચહેરા માટે VFXને સંપૂર્ણ કરવા માટે વધુ સમય લઈ રહ્યા છીએ. અમે એ સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે અમારા દર્શકોને મૂવી જોતી વખતે શક્ય શ્રેષ્ઠ અનુભવ મળે. `ડ્રીમ ગર્લ 2` માટે VFX કામ એ ફિલ્મનો આવશ્યક ભાગ છે, અને અમે ખાતરી કરવા માંગીએ છીએ કે અમે અમારા પ્રેક્ષકોને ઉચ્ચ ગુણવત્તાની પ્રોડક્ટ પહોંચાડીએ.`