‘બાઝીગર’ની રિલીઝને ૩૦ વર્ષ પૂરાં થતાં કાજોલે જૂની યાદોને વાગોળી છે.
પુરાની યાદેં તાઝા
‘બાઝીગર’ની રિલીઝને ૩૦ વર્ષ પૂરાં થતાં કાજોલે જૂની યાદોને વાગોળી છે. આ ફિલ્મ દ્વારા કાજોલે બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે શાહરુખ ખાન, શિલ્પા શેટ્ટી કુન્દ્રા, જૉની લીવર, સિદ્ધાર્થ, દલીપ તાહિલ અને રાખી ગુલઝાર પણ લીડ રોલમાં હતી. આ ફિલ્મને ડિરેક્ટર જોડી અબ્બાસ-મસ્તાને ડિરેક્ટ કરી હતી. ફિલ્મના સેટ પરનો જૂનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કાજોલે કૅપ્શન આપી હતી, ‘અમારી ફિલ્મ ‘બાઝીગર’ની રિલીઝને ૩૦ વર્ષ પૂરાં થયાં છે. આ ફિલ્મના સેટ પર ઘણા બધા કલાકારો છે. પહેલી વખત મેં સરોજજી સાથે કામ કર્યું હતું. પહેલી વખત હું શાહરુખને અને અનુ મલિકને મળી હતી. હું ૧૭ વર્ષની હતી જ્યારે મેં કામની શરૂઆત કરી હતી. અબ્બાસભાઈ અને મસ્તાનભાઈ મને તેમના એક ફેવરિટ બાળકની જેમ વહાલ કરતા હતા. સાથે જ જૉની લીવર અને શિલ્પા શેટ્ટી કુન્દ્રાને હું કેવી રીતે ભૂલી શકું. એ ફિલ્મ સાથે ઘણી યાદો જોડાયેલી છે.’


