રિચા પોતે પણ બાળકની આતુરતાથી રાહ જોઈ રહી છે
રિચા ચઢ્ઢા
રિચા ચઢ્ઢા અને અલી ફઝલ હવે ટૂંક સમયમાં પેરન્ટ્સ બનવાનાં છે. રિચા પ્રેગ્નન્સીના છેલ્લા તબક્કામાં છે અને કોઈ પણ ઘડીએ તેના ઘરે બાળકનું પારણું બંધાઈ શકે છે. રિચા પોતે પણ બાળકની આતુરતાથી રાહ જોઈ રહી છે. એવામાં પ્રેગ્નન્સીના અનુભવ તે સોશ્યલ મીડિયામાં શૅર કરે છે. પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રિચાએ કૅપ્શન આપી હતી, ‘બેચેની એકલતાની છે, પરંતુ એ એટલા માટે છે કેમ કે હું એકલી નથી. એક નાનકડી હલચલ, અચાનક બાળકની કિક અને કોઈ મને સાંભળી રહ્યું છે એ બધી બાબતો મને કળી ખીલવાની સતત યાદ અપાવે છે. આજા યાર.’