સૈફને સ્ટાઇલ માટે પ્રેરણા માને છે અર્જુન બિજલાણી
સૈફને સ્ટાઇલ માટે પ્રેરણા માને છે અર્જુન બિજલાણી
અર્જુન બિજલાણી સ્ટાઇલ માટે સૈફ અલી ખાનથી પ્રેરિત થાય છે. સાથે જ તેનું એમ પણ માનવું છે કે કપડાં એવાં હોવાં જોઈએ જે સ્ટાઇલિશ લુકની સાથે કમ્ફર્ટ પણ આપે. સ્ટાઇલ માટે સૈફ અલી ખાનની પ્રશંસા કરતાં અર્જુન બિજલાણીએ કહ્યું હતું કે ‘સૈફ અલી ખાન સ્ટાઇલ માટે મારી પ્રેરણા છે. તેઓ જે રીતે સ્ટાઇલને કૅરી કરે છે એ ખૂબ જ સુંદર છે. તેઓ કોઈ પણ કૂલ લુકને કૂલેસ્ટ બનાવે છે અને શાર્પ લુકને શાર્પેસ્ટ બનાવે છે પછી એ ફન્કી ટી-શર્ટ હોય, વાઇટ કુરતા-પાયજામા હોય કે પછી ટક્સીડો હોય. તે દરેક લુકમાં ગ્રેટ દેખાય છે.’

