દીકરાની મમ્મી બની અનીતા હસનંદાની
દીકરાની મમ્મી બની અનીતા હસનંદાની
અનીતા હસનંદાનીએ ગઈ કાલે દીકરાને જન્મ આપ્યો છે. આ ગુડ ન્યુઝ લોકોને મળતાં જ અનીતા અને તેના હસબન્ડ રોહિત રેડ્ડીને લોકો અભિનંદન આપી રહ્યા છે. આ ન્યુઝ આપતાં અનીતાના પ્રેગ્નન્સી શૂટનો એક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરતાં રોહિતે કૅપ્શન આપી હતી કે ઓહ બૉય. એકતા કપૂર તરત અનીતાને મળવા પહોંચી ગઈ હતી. એનો એક વિડિયો એકતાએ શૅર કર્યો છે. એ વિડિયોમાં તે કહી રહી છે કે ‘મેરા ભાંજા હુઆ હૈ.’ ઇન્સ્ટાગ્રામ પર આ વિડિયો શૅર કરીને એકતા કપૂરે કૅપ્શન આપી હતી કે ‘તમને જ્યારે અહેસાસ થાય કે તમે હવે વર્ક લાઇફ અને લવ લાઇફ વિશેની ચર્ચા નહીં કરી શકો, પરંતુ બેબીઝ વિશે કરી શકો છો. કૉન્ગ્રેટ્સ. મમ્મી-ડૅડી ક્લબમાં તમારું સ્વાગત છે.’

