2020માં જીવિત રહેવા માટે આભારી છે અનિલ કપૂર
અનિલ કપૂર
અનિલ કપૂરનું કહેવું છે કે તે 2020માં જીવંત છે એથી તે આભારી છે. 2020માં કોરોનાએ અનેક લોકોના ભોગ લીધા છે. સાથે જ કેટલાય લોકોની રોજગારી પણ છીનવાઈ ગઈ છે. 2020નું વર્ષ લોકો માટે અનેક કષ્ટ આપીને ગયું છે. લોકોએ પોતાનાં સગાંવહાલાંઓને ગુમાવ્યાં છે. એથી સૌકોઈ પોતાને મળેલા જીવનનો આભાર વ્યક્ત કરી રહ્યા છે. પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અનિલ કપૂરે કૅપ્શન આપી હતી કે ‘2020 પ્રગતિ, નવાં સપનાંઓ, કપરો સમય અને ઘણુંબધું આપીને ગયું છે. હું એ બધા માટે અને સાથે જ જીવંત છું એ માટે પણ આભારી છું. મારી સાથે મારી ફૅમિલી અને મારી ટીમનો પ્રેમ અને સપોર્ટ છે. ભવિષ્યમાં શું લખાયેલું છે એ જાણવા માટે ઉત્સુક છું. હું એટલું કહેવા માગું છું કે 2021 જલદી આવે.’

