એકતા કપૂર દ્વારા બનાવવામાં આવી રહેલી પેન ઇન્ડિયા ફિલ્મ દ્વારા તે ડેબ્યુ કરી રહી છે.
અનિલ કપૂર
અનિલ કપૂર ખુશ છે કે શનાયા કપૂર હવે મોહનલાલની ‘વૃષભ’ દ્વારા ડેબ્યુ કરી રહી છે. તેને ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા હતી. તેની બૉલીવુડની પહેલી ફિલ્મની જાહેરાત થઈ હતી, પરંતુ તેને પડતી મૂકવામાં આવી હતી. જોકે હવે એકતા કપૂર દ્વારા બનાવવામાં આવી રહેલી પેન ઇન્ડિયા ફિલ્મ દ્વારા તે ડેબ્યુ કરી રહી છે. અનિલ કપૂરના ભાઈ સંજય કપૂરની દીકરી છે શનાયા. આ વિશે અનિલ કપૂરે કહ્યું કે ‘તારું સપનું હવે વાસ્તવિકતામાં બદલાઈ રહ્યું છે એ જોઈને અમને ખુશી થઈ રહી છે. શનાયા, આવી શરૂઆત ભાગ્યે જ કોઈને મળે છે. અમને ખૂબ જ ખુશી થઈ રહી છે. તારા કરીઅરમાં ઘણી સિદ્ધિ આવશે એમાંથી આ ફિલ્મ પણ એક હોય એવી ઇચ્છા રાખું છું. અમે બધા તારા પર દિલથી વિશ્વાસ કરીએ છીએ અને અમને તારા પર ખૂબ ગર્વ છે. પ્રેમ, સપોર્ટ અને ગર્વથી અમારું દિલ ઊભરાઈ ગયું છે.’

