Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Ananya Panday Trolled: ભરતનાટ્યમ ફ્યુઝન કર્યું અને ઇન્ટરનેટે તેને લબડધક્કે લઈ લીધી

Ananya Panday Trolled: ભરતનાટ્યમ ફ્યુઝન કર્યું અને ઇન્ટરનેટે તેને લબડધક્કે લઈ લીધી

Published : 25 May, 2026 07:50 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

અનન્યા પાંડેનો ડાન્સ વીડિયો સંદર્ભ વિના નાનકડી ક્લિપ રૂપે વાયરલ થયો છે પણ લોકોએ તેના ડાન્સની ઠેકડી ઉડાડી છે. સોશિયલ મીડિયા પર અનન્યા પાંડે જોરદાર ટ્રોલ: `ચાંદ મેરા દિલ`માં ભરતનાટ્યમ ફ્યુઝન જોઈને યુઝર્સે કહ્યું- `મારી આંખોમાંથી લોહી નીકળી ગયું!`

"ચાંદ મેરા દિલ" ફિલ્મની ડાન્સ ક્લિપ વાયરલ થઇ ચૂકી છે


બૉલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે પોતાની નવી ફિલ્મ `ચાંદ મેરા દિલ` (Chand Mera Dil) ને લઈને ચર્ચામાં છે. 22 મે ના રોજ રિલીઝ થયેલી આ રોમેન્ટિક-ડ્રામા ફિલ્મમાં અનન્યા પાંડે અને લક્ષ્ય લાલવાની મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં બંને કલાકારોના અભિનય અને ગંભીર પાત્રોને ન્યાય આપવા બદલ તેમના વખાણ થઈ રહ્યા છે, પરંતુ બીજી તરફ ફિલ્મમાં અનન્યા પાંડે દ્વારા કરવામાં આવેલા એક `ભરતનાટ્યમ ફ્યુઝન` ડાન્સને કારણે તે સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ થઈ રહી છે. આ ડાન્સ સિક્વન્સનો એક નાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો છે, જેના કારણે અનન્યાને નેટીઝન્સ અને ક્લાસિકલ ડાન્સર્સના ભારે આક્રોશનો સામનો કરવો પડી રહ્યો છે.

 શું છે આ વાયરલ વીડિયોનો વિવાદ?



ફિલ્મમાં અનન્યા પાંડેનું પાત્ર `ચાંદની` એક ભરતનાટ્યમ ડાન્સરની પુત્રી છે. કોલેજના એક ફંક્શન દરમિયાન તે પરંપરાગત ભરતનાટ્યમ કરવાને બદલે વેસ્ટર્ન હિપ-હોપ, લૉકિંગ અને ક્લાસિકલ ડાન્સનું એક `ફ્યુઝન` રજૂ કરે છે. જોકે, સોશિયલ મીડિયા પર આ પરફોર્મન્સના અંતની માત્ર થોડી સેકન્ડની ક્લિપ વાયરલ થઈ છે, જેને લોકોએ આઉટ ઓફ કોન્ટેક્સ્ટ (સંદર્ભ વિના) લઈને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે.


 


ક્લાસિકલ ડાન્સર્સ અને યુઝર્સે લીધી આડે હાથ

શાસ્ત્રીય નૃત્ય સાથે જોડાયેલા દિગ્ગજો અને સોશિયલ મીડિયા યુઝર્સે અનન્યાના આ ડાન્સને સદીઓ જૂની નૃત્ય કળાનું અપમાન ગણાવ્યું છે:

 

કોરિયોગ્રાફર અનિતા આર. રત્નમ નારાજગી વ્યક્ત કરતા લખ્યું, "આ ક્લિપ જોઈને એવું લાગે છે કે શાસ્ત્રીય કળા એક ભયાનક ગેરસમજનો ભોગ બની છે. ભરતનાટ્યમ ટેકનિક, કંટ્રોલ, પરંપરા અને ભાવનાત્મક ઊંડાણ પર આધારિત છે. આ ક્લિપમાં તો તેને જાણે હળવા ભૂકંપ વચ્ચે થતા કોઈ લગ્નના સંગીત જેવું દર્શાવવામાં આવ્યું છે."

કર્ણાટક સંગીતકાર ક્રિથિકા શિવાસ્વામીએ કહ્યું, "આ દર્શાવે છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી શાસ્ત્રીય કળાઓ પ્રત્યે કેટલી અસંવેદનશીલ (insensitive) છે. કમનસીબે, ભારતમાં શાસ્ત્રીય કળાની મજાક ઉડાવનારાઓ સામે કેસ કરવાની કોઈ કાનૂની જોગવાઈ નથી."

અન્ય એક યુઝરે લખ્યું, "ભરતનાટ્યમની સ્થાપના ઈસવીસન પૂર્વે 200 માં થઈ હતી અને  2026માં અનન્યા પાંડે સાથે તેનો અંત આવી ગયો!"

એક યુઝરે કટાક્ષ કરતા લખ્યું, "કરણ જોહરના હાથ લોહીથી ખરડાયેલા છે અને તેનો ડાન્સ જોઈને મારી આંખોમાંથી લોહી નીકળી રહ્યું છે." તો વળી કોઈકે લખ્યું, "અનન્યાની ડાન્સિંગ સ્કીલ્સ પણ તેની એક્ટિંગ જેવી જ (ખરાબ) છે."

આઉટ ઓફ કોન્ટેક્સ્ટ વીડિયો બન્યો ટાર્ગેટ

જોકે, ફિલ્મની વાર્તા અનુસાર બેકગ્રાઉન્ડમાં મોર્ડન ટ્યુન્સ સાથે ફ્યુઝન ટ્રેક વાગી રહ્યો છે અને તે પરંપરાગત ભરતનાટ્યમ નથી. પરંતુ ઇન્ટરનેટ પર માત્ર અધૂરી ક્લિપ વાયરલ થવાને કારણે અનન્યા પાંડે સોશિયલ મીડિયા પર ટ્રોલ્સના નિશાના પર આવી ગઈ છે. 

`ચાંદ મેરા દિલ` ફિલ્મ બે એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સની વાર્તા છે, જેઓ પ્રેમમાં પડે છે, પરંતુ એક અણધારી પ્રેગ્નન્સી (ગર્ભાવસ્થા) તેમના જીવનને બદલી નાખે છે અને તેમની સંબંધોમાં ઉતાર-ચઢાવ આવે છે.

Whatsapp-channel Whatsapp-channel

25 May, 2026 07:50 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK