અમાયરા દસ્તુરનો જન્મ મુંબઈની પારસી ફૅમિલીમાં થયો છે. તે ખૂબ જ સારી રીતે ગુજરાતી પણ બોલી શકે છે.
અમાયરા દસ્તુર
અમાયરા દસ્તુરનો જન્મ મુંબઈની પારસી ફૅમિલીમાં થયો છે. તે ખૂબ જ સારી રીતે ગુજરાતી પણ બોલી શકે છે. તેણે મુંબઈની એચઆર કૉલેજમાંથી કૉમર્સની ડિગ્રી મેળવી છે. તેણે મૉડલિંગ બાદ ઍડ ફિલ્મ્સથી કરીઅરની શરૂઆત કરી હતી. તેણે ૨૦૧૩માં આવેલી પ્રતીક બબ્બર સાથેની ‘ઇશક’ દ્વારા ફિલ્મમાં એન્ટ્રી કરી હતી. તેણે હિન્દી, તામિલ અને તેલુગુ ફિલ્મમાં પણ કામ કર્યું છે. તામિલમાં તેણે ધનુષની સાથે કામ કર્યું હતું અને ઇન્ટરનૅશનલ ડેબ્યુ તેણે જૅકી ચેનની ‘કુંગ ફુ યોગા’ દ્વારા કર્યું હતું. તે છેલ્લે અલી અબ્બાસ ઝફરની દિલજિત દોસંજ સાથેની ‘જોગી’માં જોવા મળી હતી. તેના વેબ-શો ‘ડોંગરી ટુ દુબઈ’ અને ‘બામ્બી મેરી જાન’ રિલીઝ થવાના છે.
પોતાની જાતને પાંચ શબ્દોમાં કેવી રીતે વર્ણવશે?
અનપ્રિડિક્ટેબલ, મૂડી, ઇન્ટ્રોવર્ટ, સ્પોર્ટિંગ અને ફની.
ADVERTISEMENT
ચહેરા પર કઈ વાતથી સ્માઇલ આવી જાય છે અને શાનો ડર લાગે છે?
મારા પેટ્સને કારણે મારા ચહેરા પર સ્માઇલ આવી જાય છે અને હું જેમને પ્રેમ કરું છું એને ખોવાનો મને ખૂબ જ ડર છે.
ડેટ પર કોઈને લઈ જવા હોય તો ક્યાં લઈ જઇશ અને કેમ?
કોઈ ફની હોય એવી વ્યક્તિને. મને એવો માણસ પસંદ છે જે મને હસાવી શકે. કોઈ ગેમ આર્કેડમાં અથવા તો ગો કાર્ટિંગમાં. કોઈ સ્પોર્ટી ઍક્ટિવિટી, કારણ કે મને સિરિયસ ડિનર ડેટ પસંદ નથી. મને ઍડ્વેન્ચર અને ફન પસંદ છે.
સૌથી વધુ પૈસાનો ઉપયોગ શું ખરીદવામાં કરે છે?
બૅગ્સ. એ મારી વીકનેસ છે.
તારું અટેન્શન કોઈએ મેળવવું હોય તો શું કરવું જોઈએ?
કંઈ પણ સિલી અથવા તો ફની કરવું. છોકરીને હસાવીને દેખાડો અને એ હંમેશાં માટે તમારી થઈ જશે.
તારા વિશે એવી કઈ વાત છે જે લોકો હંમેશાં યાદ રાખે એવી તારી ઇચ્છા છે?
મેં હંમેશાં મારાથી બનતી કોશિશ કરી છે અને હંમેશાં દિલથી વિચારીને કંઈ પણ કર્યું છે એ રીતે લોકો મને ઓળખે એવી મારી ઇચ્છા છે.
ફૅન્સ દ્વારા કરવામાં આવેલી સૌથી વિચિત્ર અથવા તો સ્પેશ્યલ વસ્તુ કઈ છે?
મારા એક ફૅને મારું પોર્ટ્રેટ બનાવ્યું હતું અને એ બનાવીને મારા મૅનેજરને તેણે ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કર્યો હતો કે તે મને આ મોકલે. મારા માટે એ ખરેખર મહત્ત્વનું છે.
તારી સૌથી યુઝલેસ ટૅલન્ટ કઈ છે?
હું સૌથી ખરાબમાં ખરાબ રિયલિટી શો જોઈ શકું છું અને એમાં પણ એન્ટરટેઇન થઈ શકું છું.
પહેલી જૉબ કઈ હતી?
હું રોલ્સ રૉયસ કાર શો માટે મૉડલિંગ કરી રહી હતી. કારના દરવાજા ખોલવા માટે જે મૉડલ હોય એ હું હતી. એ દિવસે મને ૩ હજાર રૂપિયા મળ્યા હતા.
ફેવરિટ કપડાં કયાં છે જે હજી પણ સાચવીને રાખ્યાં હોય?
પાંચ વર્ષ પહેલાં મેં એક લેધરનું પૅન્ટ લીધું હતું એ હજી પણ મારી પાસે છે અને હજી પણ એનું ફિટિંગ મસ્ત છે.
સૌથી ડેરિંગવાળું કામ આજ સુધી કયું કર્યું છે?
મારી ૨૧મી વરસગાંઠના દિવસે મેં સાઉથ આફ્રિકાના એક પર્વતના ટેબલ ટૉપ પરથી પૅરાગ્લાઇડિંગ કર્યું હતું.
એવી કઈ વસ્તુ છે જેને હજી પણ તમે એક મિસ્ટરી બનાવી રાખી છે?
જો એ હું તમને કહીં દઉં તો એ મિસ્ટરી નહીં રહે. મજાક કરું છું. મને પોતાનામાં રહેવાનું પસંદ છે. મને મારી એકલી સાથેનો ટાઇમ પસંદ છે અને બહાર જવા કરતાં હું ઘરમાં રહેવાનું પસંદ કરું છું. એના કારણે હું મિસ્ટરી બની ગઈ છું, કારણ કે હું દરેક પાર્ટીમાં નથી હોતી (હસતાં-હસતાં કહે છે).


