Ameesha Patel on Sanjay Dutt: બન્નેએ `તથાસ્તુ` અને `ચતુર સિંહ ટુ સ્ટાર` જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. અમીષાના પ્રોજેક્ટ્સ વિશે વાત કરીએ તો, તે છેલ્લે 2023 માં `ગદર 2` માં જોવા મળી હતી. સંજય દત્ત હવે નવી ફિલ્મ `ધ ભૂતની`માં જોવા મળશે.
અમીષા પટેલ અને સંજય દત્ત
બૉલિવૂડના ઍક્ટર્સ વચ્ચેની ખાસ ફ્રેન્ડશીપના અનેક કિસ્સો ખૂબ જ પ્રખ્યાત થયા છે. હાલમાં ઍક્ટર સંજય દત્ત અને અમીષા પટેલની જ આવી દોસ્તીનો એક કિસ્સો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં અમીષાએ જણાવ્યું હતું કે તેને સંજય દત્તના ઘરે શોર્ટ્સ પહેરવાની મંજૂરી નહોતી.
અમીષા પટેલે કહ્યું હતું કે તે જ્યારે પણ સંજુ બાબાના ઘરે જાય છે, ત્યારે તે તેને શોર્ટ્સ પહેરવા દેતો નથી. અભિનેત્રીએ પોતે એક ઇન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. સંજય દત્ત અમીષા પટેલ પ્રત્યે ખૂબ જ પ્રોટેક્ટિવ છે. અમીષાએ અગાઉ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે સંજય દત્ત તેના લગ્નમાં કન્યાદાન કરવા માગે છે. તે માને છે કે અમીષા બૉલિવૂડની દુનિયા માટે ખૂબ જ નિર્દોષ છે.
ADVERTISEMENT
અમીષાએ તાજેતરમાં આપેલ એક ઇન્ટરવ્યૂમાં સંજય દત્ત સાથેની પોતાની મિત્રતા વિશે વાત કરી હતી. અમીષાએ કહ્યું હતું કે સંજય દત્ત તેના પ્રત્યે ખૂબ જ પઝેસિવ અને પ્રોટેક્ટિવ છે અને જ્યારે તે તેના ઘરે જાય છે ત્યારે તેને શોર્ટ્સ અને વેસ્ટર્ન કપડાં પહેરવા દેતો નથી. સંજય દત્તના ઘટે અમીષા ફક્ત સલવાર-કમીઝ પહેરીને આવી શકે છે.
અમીષાએ જણાવ્યું કે સંજય દત્ત તેને શોર્ટ્સ કેમ પહેરવા દેતો નથી
પોતાના જૂના ફોટોગ્રાફ્સ વિશે વાત કરતાં અમીષા પટેલે કહ્યું, “તો આ ફોટો મારા જન્મદિવસ પર સંજુ સાથે તેના ઘરનો છે. તે ખૂબ જ પ્રોટેક્ટિવ અને માલિકીનો સ્વભાવ ધરાવે છે. જ્યારે હું તેના ઘરે જાઉં છું ત્યારે મને શોર્ટ્સ કે વેસ્ટર્ન કપડાં પહેરવાની મંજૂરી આપતો નથી. મારે સલવાર-કમીઝ પહેરવા પડશે.”
`સંજુ મારી ખૂબ કાળજી રાખે છે`
અભિનેત્રીએ આગળ કહ્યું, `સંજુ એકમાત્ર એવી વ્યક્તિ છે જે કહે છે કે તું આ ફિલ્મ ઉદ્યોગમાં રહેવા માટે ખૂબ નિર્દોષ છે. હું તારા માટે વર શોધીશ. હું તારા લગ્ન કરાવીશ અને લગ્નમાં તારું કન્યાદાન કરીશ. તે ખૂબ જ પ્રોટેક્ટિવ છે અને મને ખૂબ પ્રેમ કરે છે. હંમેશા મારા સ્વાસ્થ્યની કાળજી રાખે છે. તે હંમેશા પૂછે છે કે હું ઠીક છું કે નહીં. આ મારા જન્મદિવસ વિશે છે, જે મેં સંજુના ઘરે ઉજવ્યો હતો. એક ખાનગી પાર્ટી હતી જેમાં મેં કેક કાપી હતી.”
અમીષા પટેલ અને સંજય દત્તની ફિલ્મો
View this post on Instagram
આ તસવીર અમીષા પટેલે થોડા વર્ષો પહેલા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી. બન્નેએ `તથાસ્તુ` અને `ચતુર સિંહ ટુ સ્ટાર` જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. અમીષાના પ્રોજેક્ટ્સ વિશે વાત કરીએ તો, તે છેલ્લે 2023 માં `ગદર 2` માં જોવા મળી હતી. સંજય દત્ત હવે નવી ફિલ્મ `ધ ભૂતની`માં જોવા મળશે.

