સોલમાં તે ગુચીના ૨૦૨૪ કલેક્શનની લૉન્ચિંગ ઇવેન્ટમાં હાજર રહેવાની છે
અલિયા ભટ્ટ અને દીપિકા પાદુકોણ
આલિયા ભટ્ટને તેના ડેનિમ લુકને કારણે ટ્રોલ કરવામાં આવી રહી છે. સોશ્યલ મીડિયામાં લોકો કહી રહ્યા છે કે આલિયાએ દીપિકા પાદુકોણની સ્ટાઇલ કૉપી કરી છે. રવિવારે તે એક ઇવેન્ટમાં ભાગ લેવા માટે સાઉથ કોરિયાના સોલ જઈ રહી હતી. આલિયાને હાલમાં જ ઇન્ટરનૅશનલ બ્રૅન્ડ ગુચીની ગ્લોબલ બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર બનાવવામાં આવી છે. સોલમાં તે ગુચીના ૨૦૨૪ કલેક્શનની લૉન્ચિંગ ઇવેન્ટમાં હાજર રહેવાની છે. મુંબઈ ઍરપોર્ટ પર તે વાઇટ ટૉપ, ડેનિમ પૅન્ટ અને ડેનિમ ઓવરકોટ પહેરીને પહોંચી હતી. તેણે બ્લૅક હીલ્સ પહેરી હતી અને હાથમાં નાની લેધરબૅગ હતી. કારમાંથી ઊતરતાં જ તે પાપારાઝીને પોઝ અને સ્માઇલ આપ્યાં હતાં. આ વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થતાં લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. સોશ્યલ મીડિયા યુઝરે લખ્યું કે ‘શું તે દીપિકાની કૉપી કરી રહી છે? એવું દેખાઈ રહ્યું છે.’ અન્યએ લખ્યું કે તેણે દીપિકાને કૉપી કરવાનું શરૂ કરી દીધું છે. કેટલાક લોકોએ તેની પ્રશંસા પણ કરી હતી. એકે લખ્યું કે ‘તે મેકઅપ વગર પણ સુંદર દેખાઈ રહી છે. તે ટીનેજ છોકરી જેવી દેખાય છે. કોણ કહી શકે કે તેને એક દીકરી પણ છે?’