૨૦૨૧ની પાંચ જાન્યુઆરીએ બન્નેનાં લગ્ન થયાં હતાં
વાઇફ અલિસિયા અને અલી અબ્બાસ ઝફર
ફિલ્મમેકર અલી અબ્બાસ ઝફરની વાઇફ અલિસિયાએ શનિવારે દીકરીને જન્મ આપ્યો છે. દીકરીનું નામ અલીજા ઝેહરા ઝફર રાખવામાં આવ્યું છે. આ ગુડ ન્યુઝ અલી અબ્બાસ ઝફરે સોશ્યલ મીડિયામાં શૅર કર્યા છે. આ ન્યુઝ મળતાં જ સૌકોઈ તેમને અભિનંદન આપવા લાગ્યા છે. ૨૦૨૧ની પાંચ જાન્યુઆરીએ બન્નેનાં લગ્ન થયાં હતાં. વાઇફ અલિસિયાનો પ્રેગ્નન્સી દરમ્યાનનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અલી અબ્બાસ ઝફરે કૅપ્શન આપી હતી, ‘અલિસિયા અને મેં અમારી જર્નીની શરૂઆત પ્રેમથી કરી હતી. અમારો પ્રેમ સીમાપાર, રંગ અને જાતિના ભેદથી પરે છે. અમે નસીબદાર છીએ કે અમે મળ્યાં અને લગ્નના બંધનમાં બંધાયાં. હવે લગભગ બે વર્ષ બાદ અમે અલ્લાહનો આભાર માનીએ છીએ કે અમને તેમણે સુંદર ગિફ્ટ આપી છે. ૨૪ સપ્ટેમ્બરે મધરાતે ૧૨.૨૫એ તેનો જન્મ થયો છે. અમારી દીકરી અલીજા ઝેહરા ઝફરનું સ્વાગત કરો.’


