અક્ષય ખન્ના ‘છાવા’માં ઔરંગઝેબનો રોલ કરીને છવાઈ ગયો છે. બૉલીવુડમાં લોકપ્રિયતા મેળવ્યા પછી અક્ષયે હવે સાઉથની ફિલ્મ-ઇન્ડસ્ટ્રી તરફ નજર ઠેરવી છે. વુમન સુપરહીરો ફિલ્મ ‘મહાકાલી’ સાથે અક્ષય તેલુગુ ફિલ્મજગતમાં એન્ટ્રી કરશે.
અક્ષય ખન્ના
અક્ષય ખન્ના ‘છાવા’માં ઔરંગઝેબનો રોલ કરીને છવાઈ ગયો છે. બૉલીવુડમાં લોકપ્રિયતા મેળવ્યા પછી અક્ષયે હવે સાઉથની ફિલ્મ-ઇન્ડસ્ટ્રી તરફ નજર ઠેરવી છે. વુમન સુપરહીરો ફિલ્મ ‘મહાકાલી’ સાથે અક્ષય તેલુગુ ફિલ્મજગતમાં એન્ટ્રી કરશે. આ ફિલ્મ સાથે સંકળાયેલી વ્યક્તિએ અક્ષય આ ફિલ્મનો હિસ્સો હોવાની વાત સ્વીકારી છે, પણ તે ખલનાયક છે કે સરપ્રાઇઝ હીરો એ વાતની સ્પષ્ટતા નથી કરી.
આ ફિલ્મ હજી ફ્લોર પર નથી ગઈ, પણ મળતી માહિતી પ્રમાણે ‘મહાકાલી’ અત્યારે પ્રી-પ્રોડક્શન સ્ટેજમાં છે. પ્રશાંતે હજી લીડ રોલ માટે ઍક્ટ્રેસની પસંદગી પણ નથી થઈ.


