આ અગાઉ અયોધ્યાના રામ મંદિરના નિર્માણમાં ૩ કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું હતું.
અક્ષય કુમાર
અક્ષય કુમાર તેની આગામી ફિલ્મ ‘ખેલ ખેલ મેં’ના ડિરેક્ટર મુદસ્સર અઝીઝ સાથે ગઈ કાલે સવારે હાજી અલી દરગાહ ગયો હતો, જ્યાં તેણે આ દરગાહના જીર્ણોદ્ધાર માટે ૧.૨૧ કરોડ રૂપિયાનું ડોનેશન જાહેર કર્યું હતું. હાજી અલી દરગાહ ટ્રસ્ટના ઇન્સ્ટાગ્રામ હૅન્ડલ પર અક્ષયની મુલાકાતનો વિડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો અને ડોનેશન બદલ તેનો આભાર માનવામાં આવ્યો હતો. અક્ષયે આ અગાઉ અયોધ્યાના રામ મંદિરના નિર્માણમાં ૩ કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું હતું.