રવીના ટંડન અને અક્ષયકુમારની જોડી ૨૦ વર્ષ બાદ ફરી સાથે જોવા મળશે. તેઓ હવે ‘વેલકમ ટુ ધ જંગલ’માં સાથે જોવા મળશે.
અક્ષય કુમાર ને રવીના ટંડન
રવીના ટંડન અને અક્ષયકુમારની જોડી ૨૦ વર્ષ બાદ ફરી સાથે જોવા મળશે. તેઓ હવે ‘વેલકમ ટુ ધ જંગલ’માં સાથે જોવા મળશે. તેમણે ‘મોહરા’, ‘બારુદ’ અને ‘ખિલાડિયોં કા ખિલાડી’ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. આ સમય દરમ્યાન તેમની વચ્ચે રોમૅન્ટિક રિલેશનશિપ હતી. જોકે એ રિલેશનશિપનો અંત આવતાં તેમણે સાથે કામ કરવાનું પણ બંધ કર્યું હતું. છેલ્લાં ઘણાં વર્ષથી તેઓ જાહેરમાં એકમેક સાથે નૉર્મલ વર્તન કરતાં જોવા મળ્યાં છે. ‘વેલકમ’ સિરીઝની આ ત્રીજી ફિલ્મમાં ઘણા નવા ઍક્ટર્સને પસંદ કરવામાં આવી રહ્યા છે. અનિલ કપૂર અને નાના પાટેકરની જગ્યાએ આ ફિલ્મમાં સંજય દત્ત અને અર્શદ વારસીને પસંદ કરવામાં આવ્યા છે. આ સાથે જ મિકા સિંહ અને દલેર મેહંદી પણ જોવા મળશે. આ સાથે જ જૅકલિન ફર્નાન્ડિસ, પરેશ રાવલ, દિશા પાટણીની સાથે હવે રવીના ટંડનનું પણ નામ જોડાઈ ગયું છે. આ ફિલ્મના શૂટિંગની તૈયારી ચાલી રહી છે અને એને બહુ જલદી રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મને આવતા વર્ષે ક્રિસમસ પર રિલીઝ કરવામાં આવશે.