અક્ષયકુમાર અને અર્શદ વારસી મે મહિનામાં તેમની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે એવી ચર્ચા છે. તેઓ હવે ‘જૉલી એલએલબી 3’માં જોવા મળવાના છે.
અક્ષયકુમાર
અક્ષયકુમાર અને અર્શદ વારસી મે મહિનામાં તેમની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે એવી ચર્ચા છે. તેઓ હવે ‘જૉલી એલએલબી 3’માં જોવા મળવાના છે. આ ફિલ્મ સિરીઝના પહેલા પાર્ટમાં અર્શદ વારસી જોવા મળ્યો હતો. બીજા પાર્ટમાં અક્ષયકુમાર જોવા મળ્યો હતો. જોકે હવે આ ફિલ્મ સિરીઝની ત્રીજી ફિલ્મમાં બન્ને સામસામે જોવા મળશે એવી ચર્ચા ઘણા સમયથી હતી. તેમણે ‘બચ્ચન પાન્ડે’માં કામ કર્યું હતું અને ફરી સાથે કામ કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મને ડિરેક્ટ કરનાર સુભાષ કપૂરે સ્ટોરીનો આઇડિયા ફાઇનલ પણ કરી નાખ્યો છે. આ ફિલ્મનું શૂટિંગ મે મહિનામાં શરૂ થશે અને એને ૨૦૨૫માં થિયેટરમાં રિલીઝ કરવામાં આવશે. પહેલા બન્ને પાર્ટમાં બન્ને જૉલીને ખૂબ જ પસંદ કરવામાં આવ્યા હતા અને હવે આ બન્ને સામસામે થશે એની લોકો રાહ જોઈ રહ્યા છે. જોકે આ પહેલાં તેઓ ‘વેલકમ ટુ ધ જંગલ’માં પણ સાથે જોવા મળશે.

