Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અજય દેવગનની મલ્ટિપ્લેક્સ ચેઇને ઘોડબંદર રોડ પર લૉન્ચ કર્યું થિયેટર

અજય દેવગનની મલ્ટિપ્લેક્સ ચેઇને ઘોડબંદર રોડ પર લૉન્ચ કર્યું થિયેટર

Published : 21 March, 2026 01:47 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અજય દેવગનની મલ્ટિપ્લેક્સ ચેઇન ‘દેવગન સિનેક્સ’એ થાણેના ઘોડબંદર રોડ પર પોતાનું નવું થિયેટર લૉન્ચ કર્યું છે. હીરાનંદાની એસ્ટેટના ‘ધ વૉક’માં આવેલા આ મલ્ટિપ્લેક્સમાં પાંચ લક્ઝરી સ્ક્રીન અને ૯૫૩ દર્શકોની બેસવાની ક્ષમતા છે.

અજય દેવગનની મલ્ટિપ્લેક્સ ચેઇને ઘોડબંદર રોડ પર લૉન્ચ કર્યું થિયેટર

અજય દેવગનની મલ્ટિપ્લેક્સ ચેઇને ઘોડબંદર રોડ પર લૉન્ચ કર્યું થિયેટર

અજય દેવગનની મલ્ટિપ્લેક્સ ચેઇન ‘દેવગન સિનેક્સ’એ થાણેના ઘોડબંદર રોડ પર પોતાનું નવું થિયેટર લૉન્ચ કર્યું છે. હીરાનંદાની એસ્ટેટના ‘ધ વૉક’માં આવેલા આ મલ્ટિપ્લેક્સમાં પાંચ લક્ઝરી સ્ક્રીન અને ૯૫૩ દર્શકોની બેસવાની ક્ષમતા છે. 
આ મલ્ટિપ્લેક્સની સૌથી મોટી ખાસિયત અહીંની ટેક્નૉલૉજી છે. દેશમાં પ્રથમ વખત કોઈ થિયેટરમાં ‘બટકિકર’ મોશન સીટ્સ લગાવવામાં આવી છે. આ ટેક્નિક પડદા પર ચાલી રહેલી ઍક્શન પ્રમાણે સીટમાં વાઇબ્રેશન પેદા કરે છે. આ ટેક્નૉલૉજીને કારણે દર્શકોને એવું લાગશે જાણે તેઓ પોતે ફિલ્મની ઍક્શનનો ભાગ છે. આ ઉપરાંત અહીં ‘અમોર’ નામનું એક ખાસ ઑડિટોરિયમ પણ છે જેમાં બધી સીટો લક્ઝરી રિક્લાઇનર છે.
અજયે પોતાની આ સિનેમા ચેઇનની શરૂઆત ‘NY’ નામથી કરી હતી, જેને હવે ‘દેવગન સિનેક્સ’ તરીકે નવી ઓળખ આપવામાં આવી છે. હાલમાં આ બ્રૅન્ડ દેશનાં ૧૯ શહેરોમાં ૫૭ સ્ક્રીન ઑપરેટ કરી રહી છે. એમાં મુંબઈ, ગુડગાંવ, અમદાવાદ, ગાંધીનગર, ગુવાહાટી, ગાઝિયાબાદ અને કાનપુર જેવાં મોટાં શહેરોનો સમાવેશ થાય છે. થાણેનું આ નવું સિનેમાઘર આ ચેઇનનું લેટેસ્ટ અને સૌથી ઍડ્વાન્સ વર્ઝન છે.

Whatsapp-channel Whatsapp-channel

21 March, 2026 01:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK