અમજદ ખાનના દીકરાનું કહેવું છે કે પિતાના મૃત્યુ બાદ ઘણા પ્રોડ્યુસરે પપ્પાના પૈસા પાછા નહોતા આપ્યા
અમજદ ખાનના દીકરાનું કહેવું છે કે પિતાના મૃત્યુ બાદ ઘણા પ્રોડ્યુસરે પપ્પાના પૈસા પાછા નહોતા આપ્યા
અમજદ ખાનના નિધન બાદ તેમના પરિવારની સ્થિતિ વિશે જણાવતાં તેમના દીકરા શાદાબ ખાને જણાવ્યું કે તેના પિતાએ પ્રોડ્યુસરોને મદદ માટે આપેલા સવા કરોડ રૂપિયા તેમણે પાછા નહોતા ચૂકવ્યા. ૧૯૯૨માં ૫૧ વર્ષની વયે અમજદ ખાનનું અવસાન થયું હતું. ‘શોલે’માં ભજવેલો ગબ્બરનો રોલ આજે પણ યાદગાર છે. અમજદ ખાન લોકોને મદદ કરવા માટે હંમેશાં તત્પર રહેતા હતા, પરંતુ તેમના અવસાન બાદ કોઈએ પૈસા પાછા ન આપ્યા. એ વિશે શાદાબ ખાને જણાવ્યું હતું કે તેના પિતાને લોકોની મદદ કરવાની ટેવ હતી. સાથે જ કેટલીયે રકમ તો તેમણે દયા ખાતર જતી પણ કરી હતી. તેમને એ વાતની પણ જાણ હતી કે તેમનો માત્ર ગરજ પૂરતો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ એની તેમની પરવા નહોતી. સાથે જ શાદાબે એમ પણ જણાવ્યું કે તેના પિતા પૈસા બૅન્કમાં રાખવાને બદલે ફ્રેન્ડ્સ પાસે રાખતા હતા. જોકે તેમના નિધન બાદ માત્ર થોડા જ લોકોએ આગળ આવીને પૈસા પરત કર્યા હતા.

