હિન્દી સિનેમાની બ્લૉકબસ્ટર ફિલ્મ 'શોલે' આજે પણ લોકોની મનગમતી ફિલ્મ છે. આ ફિલ્મના પાત્રોએ તો બધાના દિલમાં એક અલગ છાપ છોડી છે. જય, વીરૂ, બસંતીના રોલમાં અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર અને હેમા માલિનીના અભિનયથી આ ફિલ્મ સુપરહિટ રહી હતી, એવું જ આ ફિલ્મનું પાત્ર હતું, જે ફિલ્મના વિલેન હોવાછતાં તેઓ બધા માટે હીરો બની ગયા છે. જીહાં એ પાત્ર હતું ગબ્બર સિંહનું. આ ફિલ્મના ખતરનાક ડાકુ ગબ્બર સિંહનો રોલ ભજવનાર એક્ટર અમજદ ખાનની આજે પુણ્યતિથિ છે. અભિનેતાનો જન્મ 12 નવેમ્બર 1940ના રોજ હૈદરાબારમાં થયો હતો. એક્ટર 51 વર્ષના હતા, ત્યારે તેમનું હાર્ટ-એટેકથી નિધન થઈ ગયું હતું. ચાલો આજે એમની પુણ્યતિથિ પર જાણીએ તેમના વિશે કેટલીક રસપ્રદ વાતો...
12 November, 2020 05:14 IST