‘દંગલ’માં બબીતા ફોગાટના બાળપણના રોલમાં જોવા મળેલી સુહાની ભટનાગરના અવસાન બાદ તેના પરિવારને મળવા આમિર ખાન ગયો હતો. એનો ફોટો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. આ ફિલ્મમાં સુહાનીએ આમિરની દીકરીનો રોલ કર્યો હતો.
સુહાનીના અવસાન બાદ તેના પરિવારને સાંત્વન આપવા પહોંચ્યો આમિર ખાન
‘દંગલ’માં બબીતા ફોગાટના બાળપણના રોલમાં જોવા મળેલી સુહાની ભટનાગરના અવસાન બાદ તેના પરિવારને મળવા આમિર ખાન ગયો હતો. એનો ફોટો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. આ ફિલ્મમાં સુહાનીએ આમિરની દીકરીનો રોલ કર્યો હતો. ૧૯ વર્ષની સુહાની ઘણા વખતથી બીમાર હતી અને થોડા સમય પહેલાં જ તેણે સારવાર દરમ્યાન અંતિમ શ્વાસ લીધા હતા. તેને ડર્મેટોમાયોસાઇટિસ નામની બીમારી થઈ હતી, જેની માહિતી તેના અવસાનના થોડા દિવસ અગાઉ જ મળી હતી. તેના અવસાનના સમાચાર મળતાં સૌ દુખી થઈ ગયા હતા. આમિર ફરીદાબાદ જઈને તેની ફૅમિલીને મળ્યો હતો. સુહાનીનાં માતા-પિતા અને આમિર સુહાનીના ફોટો પાસે ઊભાં છે.

