આ પહેલાં શાહરુખ અને સૈફ ‘કલ હો ના હો’માં સાથે જોવા મળ્યા હતા અને આ જોડીએ લગભગ ૨૩ વર્ષ બાદ ‘કર્તવ્ય’ માટે ફરી એકસાથે જોડાવાનું પસંદ કર્યું છે.
પ્રોડ્યુસર શાહરુખ ખાન અને ઍક્ટર સૈફ અલી ખાનની જોડી લાવી રહી છે કર્તવ્ય
શાહરુખ ખાન ઍક્ટિંગની સાથે-સાથે પ્રોડ્યુસર તરીકેની જવાબદારી બહુ સારી રીતે નિભાવી રહ્યો છે. શાહરુખને લીડ રોલમાં ચમકાવતી ‘કિંગ’ આ વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થવાની છે. આ પ્રોજેક્ટની સાથે-સાથે પ્રોડ્યુસર શાહરુખે હવે સૈફ અલી ખાન સાથે હાથ મિલાવ્યો હોવાના રિપોર્ટ છે. થોડા સમય પહેલાં સમાચાર આવ્યા હતા કે આ વર્ષે સૈફ અલી ખાનની ક્રાઇમ ડ્રામા ફિલ્મ ‘કર્તવ્ય’ આવી રહી છે જે OTT પ્લૅટફૉર્મ નેટફ્લિક્સ પર આવશે. હવે ખબર પડી છે કે ‘કર્તવ્ય’ને શાહરુખની કંપની રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. આ પહેલાં શાહરુખ અને સૈફ ‘કલ હો ના હો’માં સાથે જોવા મળ્યા હતા અને આ જોડીએ લગભગ ૨૩ વર્ષ બાદ ‘કર્તવ્ય’ માટે ફરી એકસાથે જોડાવાનું પસંદ કર્યું છે.
