તેનું એમ પણ માનવું છે કે સોશ્યલ મીડિયામાં તમને પ્રશંસા પણ મળશે અને નિંદાનો પણ સામનો કરવો પડશે
આદિત્ય રૉય કપૂર
આદિત્ય રૉય કપૂર અને અનન્યા પાંડેના રિલેશનને લઈને ખૂબ ચર્ચાઓ થઈ છે. આદિત્ય અને અનન્યા અનેક ઇવેન્ટમાં સાથે જોવા મળ્યાં હતાં. જોકે હવે તેમના બ્રેકઅપ વિશે પણ સંભળાય છે. એવામાં આદિત્યએ જણાવ્યું છે કે તેને તેની પર્સનલ લાઇફને લઈને કોઈ ચર્ચા કરવી નથી પસંદ. તેનું એમ પણ માનવું છે કે સોશ્યલ મીડિયામાં તમને પ્રશંસા પણ મળશે અને નિંદાનો પણ સામનો કરવો પડશે. એથી તે એના પર વધુ ધ્યાન નથી આપતો. પર્સનલ લાઇફ વિશે આદિત્ય રૉય કપૂર કહે છે, ‘હું મારી પર્સનલ લાઇફને લઈને હંમેશાં ચૂપ રહ્યો છું. મને કદી પણ એવી ઇચ્છા નથી રહી કે લોકો મારા વિશે અને મારી પર્સનલ લાઇફમાં ડોકિયું કરે. એથી હું બધી બાબતો મારા સુધી જ સીમિત રાખું છું.’


