તેની ઇચ્છા છે કે કરીઅરની દૃષ્ટિએ આ વર્ષ સારી રીતે પસાર થાય
અદા ખાન
‘નાગિન’માં જોવા મળેલી અદા ખાનને આવતા વર્ષ પાસેથી ઘણી બધી અપેક્ષા છે. તેની ઇચ્છા છે કે કરીઅરની દૃષ્ટિએ આ વર્ષ સારી રીતે પસાર થાય. ૨૦૨૨નું વર્ષ કેવી રીતે પસાર થયું એ બદલ અદા ખાને કહ્યું કે ‘૨૦૨૨નું વર્ષ ઠીક રહ્યું. શરૂઆતમાં મારી પાસે ખૂબ કામ હતું. મેં ‘બિગ બૉસ’ના ફિનાલેમાં પર્ફોર્મ કર્યું હતું. ‘નાગિન’માં કામ કર્યું અને ડિજિટલ પ્લૅટફૉર્મના કેટલાક શો કર્યા અને મ્યુઝિક વિડિયો પણ કર્યા હતા. એ દરમ્યાન કામ થોડું ધીમું રહ્યું. વર્ષની મધ્યમાં મેં ખૂબ પ્રવાસ કર્યો હતો. મેં યુરોપ, મૉલદીવ્સ અને અન્ય સ્થળોની મુલાકાત પણ લીધી હતી. હવે નવા પ્રોજેક્ટની શરૂઆત કરી રહી છું. આવી રીતે એ સારું રહ્યું.’
તેને પૂછવામાં આવ્યું કે આવતા વર્ષ પાસે પ્રોફેશનલી શું અપેક્ષા રાખે છે. એનો જવાબ આપતાં અદા ખાને કહ્યું કે ‘એવું કાંઈ ખાસ નથી. તમારે ફ્લોની સાથે આગળ વધવાનું હોય છે. આપણી ઇચ્છાઓ તો વધતી જ જાય છે એટલે હું એમ ન કહી શકું કે મારે જે જોઈતું હતું એ મને મળી ગયું. એથી હા, અપેક્ષાઓ તો ઘણી છે. ૨૦૨૩માં હું મારી કરીઅર પાસે ઘણી બધી અપેક્ષા રાખું છું. હું ઇચ્છા રાખું છું કે ઍક્ટર્સને ટીવી પર ઘણી બધી તકો મળે અને ડિજિટલ પ્લૅટફૉર્મ પર નિતનવા રોલ્સ ભજવવાની તક મળે. એથી સકારાત્મક અભિગમ રાખું છું.’


