'ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક', 'મિશન મંગલ'ને કારણે હું ઘર-ઘરમાં જાણીતી થઈ
કીર્તિ કુલ્હારી
કીર્તિ કુલ્હારીનું કહેવું છે કે ‘ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇક’ અને ‘મિશન મંગલ’ને કારણે તેને ઘર-ઘરમાં ઓળખ મળી છે. તેનું માનવું છે કે જો ફિલ્મો કમર્શિયલી સફળ રહે તો કલાકારોને વધુ ઑફર્સ મળે છે. પોતાને મળેલી ઓળખને લઈને કીર્તિએ કહ્યું હતું કે ‘આ ફિલ્મોને કારણે હું જાણીતી થઈ અને લોકોએ મારી નોંધ લીધી હતી. ‘ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇક’ અને ‘મિશન મંગલ’ને કારણે હું ઘરોમાં જાણીતી બની છું. શરૂઆતમાં મારું કામ સિલેક્ટિવ હતું અને મારા દર્શકો બહોળા પ્રમાણમાં નહોતા. આ બન્ને ફિલ્મોએ બદલાવ લાવ્યો. હું બાળકો અને ફૅમિલીમાં ખૂબ ફેમસ બની ગઈ છું.’
‘ફોર મોર શૉટ્સ પ્લીઝ’ અને ‘બાર્ડ ઑફ બ્લડ’માં તેણે આપેલા પર્ફોર્મન્સની લોકોએ ખૂબ પ્રશંસા કરી હતી. પોતાની ભૂમિકા વિશે કીર્તિએ કહ્યું હતું કે ‘હું જ્યારે પણ કોઈ પાત્ર ભજવું છું તો એમ વિચારું છું કે એના દ્વારા મારા પર અને એને જોનારા લોકો પર કંઈક અસર પડે. હું સમય લઉં છું અને એવી વસ્તુ પસંદ કરું છું જે પરિવર્તન લાવે. જો હું લકી હોઈશ તો કામ મળશે અને સફળતા મળશે. બાદમાં એને કારણે મને વધુ કામ મળશે.’

