બૉલિવૂડ એક્ટર-ડિરેક્ટર દીપક તિજોરી સાથે કરોડો રૂપિયાનું ઠગ અને દગાખોરીની ઘટના સામે આવી છે. `જો જીતા વહી સિકંદર` અને `આશિકી` જેવી ફિલ્મો દ્વારા લોકપ્રિયતા પામનાર એક્ટરે પોતાના કૉ-પ્રૉડ્યૂસર મોહન નાદર વિરુદ્ધ મુંબઈમાં ફરિયાદ કરીને એફઆઈઆર નોંધાવી છે.
દીપક તિજોરી
બૉલિવૂડ (Bollywood) એક્ટર-ડિરેક્ટર દીપક તિજોરી સાથે કરોડો રૂપિયાનું ઠગ અને દગાખોરીની ઘટના સામે આવી છે. `જો જીતા વહી સિકંદર` અને `આશિકી` જેવી ફિલ્મો દ્વારા લોકપ્રિયતા પામનાર એક્ટરે પોતાના કૉ-પ્રૉડ્યૂસર મોહન નાદર વિરુદ્ધ મુંબઈમાં ફરિયાદ કરીને એફઆઈઆર નોંધાવી છે. એક્ટરનો આરોપ છે તે મોહન નાદરે તેની સાથે 2.6 કરોડ રૂપિયાની દગાખોરી કરી છે. બન્ને એક થ્રિલર ફિલ્મ પ્રૉડ્યૂસ કરી રહ્યા હતા. મુંબઈ પોલીસે અંબોલી થાણામાં દીપક તિજોરીની ફરિયાદ પર કાર્યવાહી કરતા એફઆઈઆર નોંધી લીધી છે અને તપાસમાં લાગી ગઈ છે.
ન્યૂઝ એજન્સી `એએનઆઈ`ના રિપૉર્ટ પ્રમાણે, મુંબઈ પોલીસે ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની કલમ 420 અને 406 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. એક ન્યૂઝ એજન્સીના રિપૉર્ટમાં કહેવામાં આવ્યું છે કે દીપક તિજોરીએ 10 દિવસ પહેલા મોહન નાદર પાસેથી પૈસા ન મળતાં પોલીસને લેખિતમાં ફરિયાદ કરી હતી. આમાં કહેવામાં આવ્યું છે કે મોહન નાદરે શૂટ લોકેશન માટે પૈસાનો ઉપયોગ કરવાને બહાને 2.6 કરોડ રૂપિયા લઈ લીધા છે.
ADVERTISEMENT
2019માં કર્યું હતું Tipppsyનું કૉન્ટ્રેક્ટ
દીપક તિજોરી અને મોહન નાદરે ફિલ્મ `ટિપ્પસી` માટે 2019માં એક કૉન્ટ્રેક્ટ કર્યો હતો. આરોપ છે કે મોહને આ ફિલ્મ પૂરી કરી નહીં જ્યારે દીપક તિજોરીથી 2.6 કરોડ રૂપિયા લઈ લીધા. જ્યારે એક્ટરે આરોપી પાસેથી પૈસા માગ્યા તો પેમેન્ટ માટે તેમણે જે ચેક જાહેર કર્યો, તે બાઉન્સ થતો રહ્યો. અંબોલી પોલીસ થાણાના વરિષ્ઠ નિરીક્ષક બંદોપંત બંસોડેએ જણાવ્યું કે આ મામલે અત્યાર સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. પોલીસ મામલે તપાસ કરી રહી છે.
લંડનમાં શરૂ થયેલી શૂટિંગ, મોહન નાદરે માગ્યા હતા 2.6 કરોડ
દીપકે પોતાની ફરિયાદમાં કહ્યું, "મોહન નાદરે સપ્ટેમ્બર 2019માં લંડનમાં લોકેશનના પેમેન્ટ માટે પૈસા લીધા હતા. પાછા આપવાના વાયદે મેં તેને પૈસા આપ્યા હતા, પણ તે બહાના કરતો રહ્યો અને ચેક બાઉન્સ થતા રહ્યા. ફિલ્મ `ટિપ્પસી`નું શૂટિંગ સપ્ટેમ્બર 2019માં લંડનમાં શરૂ થયું હતું. મોહને આ પ્રૉજેક્ટ પૂરું ન કર્યું અને આ કારણે 2.6 કરોડ રૂપિયાનું નુકસાન થયું."
ફિલ્મમાં કાસ્ટ કરવામાં આવી હતી પાંચ એક્ટ્રેસિસ
ગયા મહિને જ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ઇન્સ્ટાગ્રામ પર આ ફિલ્મને લઈને અપડેટ શૅર કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે દીપક તિજોરી એક એડવેન્ચર-થ્રિલર ફિલ્મ Tipppsyનું ડિરેક્શન કરશે. તરણ આદર્શે લખ્યું હતું, `દીપક તિજોરીએ આ એડવેન્ચર-થ્રિલર ફિલ્માં એક્ટિંગની સાથે જ તેનું ડિરેક્શન પણ કર્યું છે. આ ફિલ્મમાં પાંચ એક્ટ્રેસિસ હશે. ફિલ્મને રાજૂ ચડ્ઢા અને દીપક તિજોરી પ્રૉડ્યૂસ કરી રહ્યા છે.`
`આશિકી` દ્વારા દીપક તિજોરીએ કર્યો હતો ડેબ્યૂ
દીપક તિજોરીએ પોતાના એક્ટિંગ કરિઅરની શરૂઆત મહેશ ભટ્ટની બ્લૉકબસ્ટર ફિલ્મ `આશિકી` દ્વારા 1990માં કરી હતી. આ સિવાય તે `જો જીતા વહી સિકંદર`, `ખિલાડી`, `કભી હાં કભી ના`, `બાદશાહ`, `વાસ્તવ`, `દુલ્હન હમ લે જાએંગે` અને `રાજા નટવરલાલ` જેવી અનેક ફિલ્મોનો ભાગ રહ્યા છે. એક્ટિંગ સિવાય દીપક તિજોરી આ પહેલા `ઉપ્સ`, `ફરેબ`, અને `દો લફ્ઝો કી કહાની` જેવી ફિલ્મોને ડિરેક્ટ પણ કરી ચૂક્યા છે.
આ પણ વાંચો : Mumbai પહોંચ્યા બાદ આ એક્ટર બન્યો હતો શાહરુખ ખાનનો સૌથી પહેલો મિત્ર, જાણો કોણ
`ઈત્તર` દ્વારા કમબૅક કરી રહ્યા છે દીપક તિજોરી
દીપક તિજોરીએ તાજેતરમાં જ જાહેરાત કરી હતી કે તે રોમાન્ટિક ફિલ્મ `ઈત્તર` દ્વારા એક્ટિંગમાં કમબૅક કરી રહ્યા છે. આ ફિલ્મને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જીતી ચૂકેલી વિણા બખ્શી ડિરેક્ટ કરી રહી છે, જ્યારે આ મેચ્યોર લવ સ્ટોરીમાં રિતુપર્ણા સેનગુપ્તા લીડ રોલમાં હશે. જો કે, ફિલ્મની રિલીઝ ડેટને લઈને કોઈ જાહેરાત કરવામા આવી નથી.

