અભિષેક બચ્ચનને ‘રંગ દે બસંતી’ ઑફર કરવામાં આવી હતી, પરંતુ એનું નરેશન એટલું તો ખરાબ હતું કે તેણે એ ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી
અભિષેક બચ્ચન
અભિષેક બચ્ચનને ‘રંગ દે બસંતી’ ઑફર કરવામાં આવી હતી, પરંતુ એનું નરેશન એટલું તો ખરાબ હતું કે તેણે એ ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી. બાદમાં આ ફિલ્મ આમિર ખાન, આર. માધવન, શર્મન જોશી, સિદ્ધાર્થ, સોહા અલી ખાન અને કુણાલ કપૂર સાથે બનાવી હતી. એ ફિલ્મના નરેશન વિશે અભિષેકે કહ્યું કે ‘એ વખતે મને લાગ્યું કે રાકેશ દુનિયાનો સૌથી ખરાબ નરેટર છે. મેં માત્ર તેની સ્ક્રિપ્ટ વાંચી હતી. તે તમને કન્ફ્યુઝ કરી નાખે છે. આવું તેમણે મારી સાથે ‘રંગ દે બસંતી’ વખતે કર્યું હતું. મને સમજમાં નહોતું આવતું કે શું કામ તેઓ વારંવાર ભૂતકાળમાં જતા અને વર્તમાનમાં આવતા હતા. મેં તેમને કહ્યું કે ‘મને સમજમાં ન આવ્યું, મારે નથી કરવી.’ તેમણે બાદમાં ‘રંગ દે બસંતી’ બનાવી હતી.’
જોકે બાદમાં રાકેશ ઓમપ્રકાશ મેહરાની ૨૦૦૬માં આવેલી ‘દિલ્હી 6’માં તેણે કામ કર્યું હતું. એ વિશે અભિષેકે કહ્યું કે ‘બીજી વખત તેઓ મારી પાસે ‘દિલ્હી 6’ લઈને આવ્યા હતા. મેં કહ્યું કે હાં કર લો, મેં તો એની સ્ક્રિપ્ટ પણ નહોતી વાંચી.’


