આમિરને તેની સ્ટાર્ટઅપ જર્ની અને જીવનકથા ખૂબ પસંદ આવી છે અને તેણે આ પ્રોજેક્ટ કરવા માટે તૈયારી બતાવી છે
અશનીર ગ્રોવર, આમિર ખાન
૨૦૨૫ના જૂનમાં આવેલી ફિલ્મ ‘સિતારે ઝમીન પર’ પછીથી આમિર ખાન લીડ રોલમાં જોવા નથી મળ્યો. હવે તે ‘લાહોર 1947’માં કૅમિયો કરતો જોવા મળશે. હવે રિપોર્ટ મુજબ આમિર એક બાયોપિક પર કામ કરી રહ્યો છે જે ભારતપેના ફાઉન્ડર અને ભૂતપૂર્વ મૅનેજિંગ ડિરેક્ટર અશનીર ગ્રોવરના જીવન પર આધારિત હશે. અશનીર રિયલિટી શો ‘શાર્ક ટૅન્ક ઇન્ડિયા’માં જજ પણ રહી ચૂક્યો છે. આમિરને તેની સ્ટાર્ટઅપ જર્ની અને જીવનકથા ખૂબ પસંદ આવી છે અને તેણે આ પ્રોજેક્ટ કરવા માટે તૈયારી બતાવી છે. જોકે અત્યાર સુધી આ પ્રોજેક્ટ વિશે આમિર ખાન અથવા તેની ટીમ તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
