અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનાં લગ્નમાં ભાઈજાને ફક્ત તેની બહેન અર્પિતા સાથે પોઝ આપ્યો હતો
એડિટ કરીને બનાવવામાં આવેલો ફોટો (પહેલો) બીજા બાજુના બન્ને ફોટો ઓરિિજનલ છે
સલમાન ખાન અને ઐશ્વર્યા રાય બચ્ચનનો હાલમાં એક ફોટો વાઇરલ થયો છે જેમાં અર્પિતા ખાન પણ જોવા મળી રહી છે. આ ફોટો અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનાં લગ્નનો છે. જોકે હકીકત એ છે કે આ ફોટો ફેક છે એટલે કે એને એડિટ કરવામાં આવ્યો છે. શુક્રવારે સલમાન તેની બહેન અર્પિતા સાથે આવ્યો હતો અને તેમણે ફોટો માટે પોઝ આપ્યો હતો. તેમણે જ્યારે પોઝ આપ્યો ત્યારે તેમની સાથે બીજું કોઈ નહોતું. બીજી તરફ ઐશ્વર્યા તેની દીકરી આરાધ્યા સાથે આવી હતી. તેણે બચ્ચન-ફૅમિલી સાથે ફૅમિલી-ફોટો માટે પોઝ ન આપ્યો હોવાથી ઘણી ચર્ચા ચાલી હતી. જોકે મમ્મી અને દીકરી ફક્ત બે જ એ ફોટોમાં હતાં. સલમાન અને ઐશ્વર્યા બન્નેનો ફોટો કોઈકે એડિટ કરીને એને મર્જ કર્યો છે. સલમાનના ફોટોમાં ઐશ્વર્યાનો સમાવેશ કરવામાં આવ્યો છે. દીકરી સાથેના પોઝમાંથી ઐશ્વર્યાને કૉપી કરી સલમાનની બાજુમાં મૂકવામાં આવી છે તેમ જ સલમાનનો હાથ પકડ્યો હોય એવું પણ દેખાઈ રહ્યું છે, પણ એ હાથ ઐશ્વર્યાનો નથી. એ હાથ અન્ય કોઈનો ઉપાડીને ફોટોમાં મૂકવામાં આવ્યો છે જેથી એ રિયલ લાગે.