સંજય દત્ત ટોટલ ધમાલમાં ન હોવાનો અમને પસ્તાવો છે : ઇન્દ્ર કુમાર
સંજય દત્ત અને ઇન્દ્ર કુમાર
‘ધમાલ’ ફ્રૅન્ચાઇઝીની ‘ડબલ ધમાલ’માં કબીર નાયકની ભૂમિકામાં સંજય દત્ત જોવા મળ્યો હતો. આ ફ્રૅન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ ‘ટોટલ ધમાલ’માં અનિલ કપૂર, માધુરી દીક્ષિત નેને, અજય દેવગન, બમન ઈરાની, સંજય મિશ્રા અને જૉની લીવરની સાથે રિતેશ દેશમુખ, અર્શદ વારસી, જાવેદ જાફરી પણ જોવા મળશે. ૨૨ ફેબ્રુઆરીએ રિલીઝ થનારી આ ફિલ્મનું ટ્રેલર ગઈ કાલે જ લૉન્ચ કરવામાં આવ્યું હતું. આ ટ્રેલરને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે. ‘ટોટલ ધમાલ’માં સંજય દત્તની ગેરહાજરી વિશે ઇન્દ્ર કુમારે કહ્યું હતું કે ‘સંજય આ ફિલ્મમાં હોત તો ખરેખર ખૂબ મજા આવી હોત. દુર્ભાગ્યની વાત છે કે જ્યારે અમે આ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે તેની પાસે અમારી ફિલ્મ માટે તારીખ નહોતી. આ એક મલ્ટિ-સ્ટારર ફિલ્મ છે અને એથી જ આટલા બધા કલાકારોને એકસાથે લાવવા ખૂબ અઘરું છે. તેની ગેરહાજરીથી હું અને સંજય દત્ત બન્ને ખુશ નથી અને અમને એનો પસ્તાવો પણ છે.’


