રજત કપૂરે કહ્યું કે ‘ઇન્ડિપેન્ડન્ટ ફિલ્મ માટે ફન્ડિંગ શોધવું ખૂબ જ મુશ્કેલ છે.
રજત કપૂર
ઍક્શન મોડમાં જૉન

ADVERTISEMENT
જૉન એબ્રાહમે તેની ઍક્શન-થ્રિલર ‘તેહરાન’નું શૂટિંગ શરૂ કર્યું છે. આ ફિલ્મને દિનેશ વિજને પ્રોડ્યુસ અને અરુણ ગોપાલે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મની સ્ટોરી વાસ્તવિક ઘટના પર આધારિત છે. આ ફિલ્મની જાહેરાત જૉને એક નાનકડી ક્લિપ શૅર કરીને કરી છે. તેના ફૅન્સ પણ આ ફિલ્મ માટે આતુર બની ગયા છે. આ ફિલ્મના અન્ય કલાકારોની માહિતી નથી મળી શકી. એ ક્લિપને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને જૉને કૅપ્શન આપી હતી, ‘લાઇટ્સ, કૅમૅરા, સમય છે કંઈક
ઍક્શન કરવાનો. ‘તેહરાન’નું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું છે.’
‘ધ બૉય્ઝ’ માટે ‘ઇન્સેન’નું સ્પેશ્યલ વર્ઝન બનાવ્યું એ. પી. ઢિલ્લને

ઇન્ડિયન-કૅનેડિયન સિંગર એ. પી. ઢિલ્લને અમેરિકન સિરીઝ ‘ધ બૉય્ઝ’ માટે પોતાના જ ટ્રૅક ‘ઇન્સેન’નું સ્પેશ્યલ વર્ઝન બનાવ્યું છે. એને ગઈ કાલે રિલીઝ કરવામાં આવ્યું છે. એમાં આ સિરીઝ પ્રતિની તેની દીવાનગી દેખાઈ આવે છે. ‘ધ બૉય્ઝ’ની ત્રીજી સીઝનને સેલિબ્રેટ કરવા માટે એના મેકર્સે એ. પી. ઢિલ્લન સાથે મળીને આ સ્પેશ્યલ વર્ઝન બનાવ્યું છે. ત્રીજી સીઝનના છેલ્લા એપિસોડને ૮ જુલાઈએ રિલીઝ કરવામાં આવ્યો હતો. આ વિશે એ. પી. ઢિલ્લને કહ્યું કે ‘સિરીઝ ‘ધ બૉય્ઝ’ જ્યારથી આવી ત્યારથી જ હું એનો ફૅન છું. આ સીઝન પણ અદ્ભુત છે. એને જોઈને તમને કદી પણ કંટાળો નહીં આવે. આ ઍક્શનથી ભરપૂર શોના અવર્ણનીય ફિનાલે માટે ઍમેઝૉન પ્રાઇમ વિડિયો સાથે કામ કરવાની મને તક મળી છે. અમારું ગીત ‘ઇન્સેન’ એના પર બંધ બેસે છે. મને પૂરી ખાતરી છે કે આ શોના ફૅન્સને પણ આ રેક્રિએશન ગમશે.’
૮૦૦ લોકોએ રજત કપૂરની ફિલ્મનું કર્યું ક્રાઉડ ફન્ડિંગ
રજત કપૂરનું કહેવું છે કે તેની ‘Rk/Rkay’ માટે લગભગ ૮૦૦ લોકોએ ક્રાઉડ ફન્ડિંગ કર્યું હતું. આ ફિલ્મ બનાવવી રજત કપૂર માટે સરળ નહોતું. આથી તેમણે ક્રાઉડ ફન્ડિંગનો ઉપયોગ કર્યો હતો. ૮૦૦ જેટલા લોકોએ સો રૂપિયાથી લઈને પચાસ હજાર રૂપિયા સુધીનું ફન્ડિંગ કર્યું હતું. આ વિશે વાત કરતાં રજત કપૂરે કહ્યું કે ‘ઇન્ડિપેન્ડન્ટ ફિલ્મ માટે ફન્ડિંગ શોધવું ખૂબ જ મુશ્કેલ છે. આથી મેં ક્રાઉડ ફન્ડિંગનો ઉપયોગ કર્યો હતો. મેં થોડા મારા પૈસા નાખ્યા હતા અને અડધી ફિલ્મ બનાવ્યા બાદ મેં ક્રાઉડ ફન્ડિંગનો ઉપયોગ કર્યો હતો. પ્રિયમ શ્રીવાસ્તવ અને હર્ષિતા કરકરે કો-પ્રોડ્યુસર તરીકે જોડાયાં હતાં. ફિલ્મમાં તેમણે જે વિશ્વાસ મૂક્યો એ અદ્ભુત હતો. તેમના જોડાવાથી આ ફિલ્મ પૂરી થઈ શકી છે.’


