‘છેલ્લો શો’ અને ‘દાળ ભાત’ને મળ્યા અવૉર્ડ્સ : આલિયા ભટ્ટ અને ક્રીતિ સૅનનને બેસ્ટ ઍક્ટ્રેસ અને અલ્લુ અર્જુનને બેસ્ટ ઍક્ટરનો અવૉર્ડ મળ્યો
‘છેલ્લો શો’નો સીન
નવી દિલ્હીમાં ગઈ કાલે નૅશનલ મીડિયા સેન્ટરમાં ૬૯મા નૅશનલ ફિલ્મ અવૉર્ડ્સની જાહેરાત કરવામાં આવી હતી. આ લિસ્ટમાં ચાર ગુજરાતી ફિલ્મનો સમાવેશ કરવામાં આવ્યો છે. બેસ્ટ ગુજરાતી ફિલ્મ તરીકે ‘છેલ્લો શો’, બેસ્ટ શૉર્ટ ફિક્શન ફિલ્મ ‘દાળ ભાત’, બેસ્ટ ચિલ્ડ્રન ફિલ્મ ‘ગાંધી ઍન્ડ કંપની’ માટે નૅશનલ અવૉર્ડ મળ્યો છે. બેસ્ટ ફીચર ફિલ્મ તરીકે ‘રૉકેટ્રી’ અને બેસ્ટ પૉપ્યુલર ફિલ્મ પ્રોવાઇડિંગ હોલસમ એન્ટરટેઇનમેન્ટ તરીકે ‘RRR’ને પસંદ કરવામાં આવી છે. એક વર્ષની અંદર રિલીઝ થયેલી આ ફિલ્મમાં ૨૮ ભાષામાં ૨૮૦ ફિલ્મોનો સમાવેશ કરવામાં આવ્યો છે. બેસ્ટ ઍક્ટ્રેસ તરીકે આલિયા ભટ્ટ અને ક્રીતિ સૅનનને પસંદ કરવામાં આવી છે. ત્યારે બેસ્ટ ઍક્ટર તરીકે અલ્લુ અર્જુનને પસંદ કરવામાં આવ્યો છે.
કોને મળ્યો કયો અવૉર્ડ?
ADVERTISEMENT
બેસ્ટ ફીચર ફિલ્મ : રૉકેટ્રી
બેસ્ટ ડિરેક્ટર : નિખિલ મહાજન, ગોદાવરી
બેસ્ટ પૉપ્યુલર ફિલ્મ પ્રોવાઇડિંગ હોલસમ એન્ટરટેઇનમેન્ટ : RRR
નર્ગિસ દત્ત અવૉર્ડ ફૉર બેસ્ટ ફીચર ફિલ્મ ઑન નૅશનલ ઇન્ટિગ્રેશન : ધ કાશ્મીર ફાઇલ્સ
બેસ્ટ ઍક્ટર : અલ્લુ અર્જુન, પુષ્પા
બેસ્ટ ઍક્ટ્રેસ : આલિયા ભટ્ટ (ગંગુબાઈ કાઠિયાવાડી), ક્રીતિ સૅનન (મીમી)
બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટર : પંકજ ત્રિપાઠી, મીમી
બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટ્રેસ : પલ્લવી જોષી, ધ કાશ્મીર ફાઇલ્સ
બેસ્ટ ચાઇલ્ડ આર્ટિસ્ટ : ભાવિન રબારી, છેલ્લો શો
બેસ્ટ સ્ક્રીનપ્લે (ઓરિજિનલ) : શાહી કબીર, નાયટ્ટુ
બેસ્ટ સ્ક્રીનપ્લે (ઍડપ્ટેડ) : સંજય લીલા ભણસાલી અને ઉત્કર્ષિની વશિષ્ઠ, ગંગુબાઈ કાઠિયાવાડી
બેસ્ટ મ્યુઝિક ડિરેક્ટર : દેવી શ્રી પ્રસાદ, પુષ્પા
બેસ્ટ મ્યુઝિક ડિરેક્શન (બૅકગ્રાઉન્ડ મ્યુઝિક): એમ. એમ. કીરાવાણી, RRR
બેસ્ટ મેલ પ્લેબૅક સિંગર : કાલ ભૈરવ, RRR
બેસ્ટ ફિમેલ પ્લેબૅક સિંગર : શ્રેયા ઘોષાલ, ઇરવિન નિઝલ
બેસ્ટ હિન્દી ફિલ્મ : સરદાર ઉધમ
બેસ્ટ કન્નડ ફિલ્મ : 777 ચાર્લી
બેસ્ટ મલયાલમ ફિલ્મ : હોમ
બેસ્ટ ગુજરાતી ફિલ્મ : છેલ્લો શો
બેસ્ટ તામિલ ફિલ્મ : કૈદાઈશી વિવાસયી
બેસ્ટ તેલુગુ ફિલ્મ : ઉપેના
બેસ્ટ મૈથિલી ફિલ્મ : સમાન્તર
બેસ્ટ મિશિંગ ફિલ્મ : બૂમ્બા રાઇડ
બેસ્ટ મરાઠી ફિલ્મ : એકટા કાય ઝાલા
બેસ્ટ બંગાળી ફિલ્મ : કલકોક્ખો
બેસ્ટ આસામીઝ ફિલ્મ : અનુર
બેસ્ટ મેતિલોન ફિલ્મ : ઇખોઇગી યુમ
બેસ્ટ ઓડિયા ફિલ્મ : પ્રતીક્ષા
ઇન્દિરા ગાંધી અવૉર્ડ ફૉર બેસ્ટ ડેબ્યુ ફિલ્મ ઑફ અ ડિરેક્ટર : મેપ્પાદિયાન, વિષ્ણુ મોહન
બેસ્ટ ચિલ્ડ્રન ફિલ્મ : ગાંધી ઍન્ડ કંપની
બેસ્ટ કોરિયોગ્રાફી : પ્રેમ રક્ષિત, RRR
બેસ્ટ સિનેમૅટોગ્રાફી : અવિક મુખોપાધ્યાય, સરદાર ઉધમ
બેસ્ટ એડિટિંગ : સંજય લીલા ભણસાલી, ગંગુબાઈ કાઠિયાવાડી
બેસ્ટ શૉર્ટ ફિક્શન ફિલ્મ : દાળ ભાત
બેસ્ટ ફિલ્મ ક્રિટિક : પુરુષોત્તમ ચાર્યુલુ
બેસ્ટ ફિલ્મ ક્રિટિક (સ્પેશ્યલ મેન્શન) : સુબ્રમણ્ય બંદૂર

