મોહનિશ બહલની જગ્યાએ વિલન તરીકે આશુતોષ ગોવારીકર જોવા મળ્યા હોત
યસ, ‘મૈંને પ્યાર કિયા’ ફિલ્મ માટે સૂરજ બડજાત્યાએ દીપક તિજોરીને હીરો તરીકે લેવાનો વિચાર કર્યો હતો અને દીપક તિજોરીએ એ માટે ઓડિશન પણ આપ્યું હતું. એવી જ રીતે મોહનિશ બહલને સાઇન કરતતાં અગાઉ આશુતોષ ગોવારીકરને સાઇન કરવાનું બડજાત્યાએ વિચાર્યું હતું.
આશુતોષ ગોવારીકરની પહેલી ફિલ્મ ‘પહલા નશા’ નીરજ વોરા સાથે લખનારા રાઇટર-ડિરેક્ટર સંજય છેલે આશુતોષ ગોવારીકરની પહેલી ફિલ્મ ‘પહલા નશ’માં ચીફ અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું હતું.
ADVERTISEMENT
આશુતોષ ગોવારીકર પહેલાં શાહરુખને હીરો તરીકે લઈને પ્રથમ ફિલ્મ બનાવવા માગતા હતા. શાહરુખ ખાને તેમની પહેલી ફિલ્મમાં હીરો તરીકે કામ કરવાનું પ્રૉમિસ પણ આપ્યું હતું (વર્ષો પછી ગોવારીકરની ‘સ્વદેસ’ ફિલ્મ કરી હતી). ગોવારીકર તેમની પ્રથમ ફિલ્મમાં શાહરુખને હીરો બનાવવા ઇચ્છતા હતા. તેમણે શાહરુખને કેટલીક સ્ક્રિપ્ટ સંભળાવી હતી. એમાંની એક સ્ક્રિપ્ટ સંજય છેલની પણ હતી.
જોકે શાહરુખ કોઈ કારણસર ગોવારીકરની પ્રથમ ફિલ્મ હીરો તરીકે ન કરી શક્યો, પણ તેણે ગોવારીકરની પ્રથમ ફિલ્મ ‘પહલા નશા’માં ગેસ્ટ અપિયરન્સ આપ્યો હતો (શાહરુખ ઉપરાંત આમિર ખાન, સૈફ અલી ખાન, જુહી ચાવલા અને રાહુલ રૉયે પણ એ ફિલ્મમાં મહેમાન કલાકાર તરીકે અભિનય કર્યો હતો).
ગોવારીકર ડિરેક્ટર બન્યા એ પહેલાં તેમણે અનેક ફિલ્મ્સ અને ટીવી સિરિયલ્સમાં અભિનય કર્યો હતો. ‘એક્સ્ટ્રા શૉટ્સ’ માટે આ રસપ્રદ વાતો રાઇટર-ડિરેક્ટર ફ્રેન્ડ સંજય છેલે કરી હતા. તેમણે જુહી ચાવલા સાથે જલાલ આગાની ‘ગુંજ’ ફિલ્મમાં અભિનય પણ કર્યો હતો. તો ‘સર્કસ’માં તેમણે શાહરુખ સાથે અભિનય કર્યો હતો. શાહરુખ ખાનની ‘કભી હાં કભી ના’ ફિલ્મ જે વાચકોએ જોઈ હશે એમાંથી કોઈએ નોંધ લીધી હશે કે એ ફિલ્મમાં શાહરુખના એક મિત્ર તરીકે આશુતોષ ગોવારીકરે પણ રોલ કર્યો હતો.
મહેશ ભટ્ટની ‘નામ’ ફિલ્મમાં પણ ગોવારીકરે ટૅક્સી-ડ્રાઇવરનો રોલ કર્યો હતો. કુમાર ગૌરવ અને સંજય દત્તની એ સુપરહિટ ફિલ્મમાં ગોવારીકરનો એ રોલ નોંધપાત્ર હતો. ગોવારીકર વિશે આવી તો ઘણીબધી રસપ્રદ વાતો છે. એ પછી ફરી ક્યારેક કરીશું.

