સિંગાપોરની અદાલતે ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ – વઝિરેક્સને ચાર મહિનાનું શરતી મોરેટોરિયમ આપ્યું છે. નોંધનીય છે કે વઝિરેક્સમાં ગયા જુલાઈમાં ૨૩૪ મિલ્યન ડૉલર મૂલ્યનું હૅકિંગ થયું હતું જેમાં એના ગ્રાહકોનાં આશરે ૪૫ ટકા નાણાંનું નુકસાન થયું હતું.
ક્રિપ્ટો કરન્સી (પ્રતીકાત્મક તસવીર)
સિંગાપોરની અદાલતે ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ – વઝિરેક્સને ચાર મહિનાનું શરતી મોરેટોરિયમ આપ્યું છે. નોંધનીય છે કે વઝિરેક્સમાં ગયા જુલાઈમાં ૨૩૪ મિલ્યન ડૉલર મૂલ્યનું હૅકિંગ થયું હતું જેમાં એના ગ્રાહકોનાં આશરે ૪૫ ટકા નાણાંનું નુકસાન થયું હતું. ગ્રાહકોની ક્રિપ્ટોકરન્સીની બૅલૅન્સ ફરીથી એમનાં ખાતાંમાં જમા કરવા માટે વઝિરેક્સ પ્રયત્નશીલ છે અને એણે આ કાર્ય માટે છ મહિનાનો સમય (મોરેટોરિયમ) મેળવવા સિંગાપોર વડી અદાલતમાં અરજી કરી હતી. અન્ય એક અહેવાલ મુજબ અવાલાંશ નેટવર્ક પર લેયર-1 બ્લૉકચેઇન બનાવનાર ડેવલપરોની સહાય અર્થે અવાલાંશ ફાઉન્ડેશને ૪૦ મિલ્યન ડૉલર આપવાની જાહેરાત કરી છે. અવાલાંશે ૨૬ સપ્ટેમ્બરે રિટ્રો9000 નામનો અનુદાન માટેનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે જેના દ્વારા અવાલાંશ9000 નામના એના અદ્યતન અપગ્રેડને સાંકળી લેવામાં આવ્યું છે. દરમ્યાન, બિટકૉઇનનો ભાવ ધીરે-ધીરે સુધરી રહ્યો છે. ગુરુવાર સાંજ સુધીમાં એમાં 1.01 ટકાનો વધારો થઈને ભાવ ૬૪,૨૮૦ ડૉલરની સપાટીએ પહોંચ્યો હતો.