આયકર રિટર્ન ભરવાની આજે છેલ્લી તારીખ, એક કલાકમાં ભરાયા 1.2 લાખ ITR
આયકર રિટર્ન ભરવાની આજે છેલ્લી તારીખ, એક કલાકમાં ભરાયા 1.2 લાખ ITR
રવિવારે વર્ષ 2019-20ની આયકર રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ છે. છેલ્લી તારીખ પહેલા શનિવારે બપોરે 12 વાગ્યા સુધી 3,30,142 લોકોએ રિટર્ન ભર્યું. તેમાંથી 1.2 લાખે તો એક કલાકમાં ફાઇલ કરી. તો, ગુજરાત હાઇકૉર્ટે સીબીડીટીથી આઇટીઆર ફાઇલ કરવાની તારીખ વધારવા વિશે વિચાર કરવા કહ્યું.
રિટર્નનું ઇ-વેરિફિકેશન ફરજિયાત
આઇટીઆર ભર્યા પછી તેનું ઇ-વેરિફિકેશન જરૂર કરવું કારણકે તેના પછી જ આઇટીઆર પ્રક્રિયા પૂરી થાય છે. તમે તમારું રિટર્ન ઑનલાઇન વેરિફાઇ કરી શકો છો. પોતાના આઇટીઆરના સ્ટેટસની તપાસ કરવા માટે incometaxindiaefiling.gov.in વેબસાઇટ પર જવું.
ADVERTISEMENT
કરદાતા પોતાના આયકર રિફંડની હાલની સ્થિતિ જાણવા માટે આયકલ વિભાગના ઇ-ફાઇલિંગ પૉર્ટલ અથવા એનએસડીએલની વેબસાઇટ પર જઈ શકો છો. જો કે, રિફંડ માટે તમારું અકાઉન્ટ પૅન સાથે જોડાયેલું હોવું જરૂરી છે. આયકર વિભાગે જાહેરાત કરી હતી કે એક માર્ચ 2019થી ફક્ત ઇ-રિફન્ડ જ જાહેર કરવામાં આવશે. આ ફક્ત તે જ બૅન્ક અકાઉન્ટમાં જમા થશે જે પૅન કાર્ડ સાથે લિન્ક છે અને જેમનું વિભાગના ઇ-ફાઇલિંગ પૉર્ટલ પર પૂર્વ સત્યાપન થઈ ચૂક્યું છે.
આઇટીઆર ફાઇલ કરવા માટે આ દસ્તાવેજોની છે જરૂર
આઇટીઆર ફાઇળ કરવા માટે તમારું પૅન કાર્ડ, આધાર કાર્ડ, બૅન્ક અકાઉન્ટ નંબર, નિવેશની ડિટેલ્સ અને તેના પ્રૂફ/સર્ટિફિકેટ, ફૉર્મ-16, ફૉર્મ-26 AS, વગેરે પોતાની પાસે રાખવું. આ બધા દસ્તાવેજ આઇટીઆર ફાઇલ કરવા માટે જરૂરી હોય છે.
આ રીતે ફાઇલ કરવું આઇટીઆર
સૌથી પહેલા કરદાતાએ www.incometaxindiaefiling.gov.in પર ક્લિક કરવું. જો તમે પહેલા પણ રિટર્ન ભર્યું છે તો તમે યૂઝર આઇડી, પાસવર્ડ, વગેરે ભરીને લૉગઇન કરવું.
હવે 'e-File' ટૅબ પર જવું અને Income Tax Return લિન્ક પર ક્લિક કરવું.
હવે આઇટીઆર ફૉર્મ ભરીને અસેસમેન્ટ યર સિલેક્ટ કરવું.
ત્યાર બાદ કરદાતા આઇટીઆર ફૉર્મ નંબર, ફાઇલિંગ ટાઇપ અને સબમિશન મોડ સિલેક્ટ કરવું. જો ઓરિજિનલ રિટર્ન ભરી રહ્યા છો તો, 'Original' ટૅબ પર ક્લિક કરવું. તો જો રિવાઇઝ્ડ રિટર્ન ભરી રહ્યા છો તો 'Revised Return' પર ક્લિક કરવું.
ત્યાર પછી Prepare and Submit Onlineને પસંદ કરો Continueને ક્લિક કરો.
નિવેશની બધી માહિતી, હેલ્થ અને જીવન વીમા પૉલિસી વગેરેની માહિતી ભરવી.
અંતે એક વેરિફિકેશનનું પેજ આવશે, જેથી તમે ઇચ્છો તો તે જ સમયે વેરિફાઇ કરી શકો, નહીં તો 120 દિવસની અંદર વેરિફાઇ કરી શકો છો.

