નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૪,૨૩૧ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૪૭.૫૦ પૉઇન્ટના નેટ સુધારે ૨૪,૮૩૦.૭૫ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૪૨૪ પૉઇન્ટના નેટ સુધારે ૮૨,૧૩૩.૧૨ બંધ રહ્યો.
ચાર્ટ મસાલા
બોમ્બે સ્ટોક એક્સચેન્જની પ્રતીકાત્મક ફાઈલ તસવીર
વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૪,૨૩૧ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૪૭.૫૦ પૉઇન્ટના નેટ સુધારે ૨૪,૮૩૦.૭૫ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૪૨૪ પૉઇન્ટના નેટ સુધારે ૮૨,૧૩૩.૧૨ બંધ રહ્યો. ઉપરમાં ૮૨,૩૧૮ ઉપર ૮૨,૫૪૦, ૮૩,૧૧૦, ૮૩,૬૯૦, ૮૪,૨૧૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૮૧,૪૭૦ નીચે ૮૧,૦૦૦, ૮૦,૦૮૨ તૂટે તો ૭૯,૯૦૦, ૭૯,૫૬૦, ૭૯,૨૧૦, ૭૮,૯૦૦ સુધીની શક્યતા જોવા મળશે. તા. ૨૦થી ૨૪ ગેઇનની ટર્નિંગના દિવસો ગણાય. આ દિવસોના ટૉપ-બૉટમનો ઉપયોગ સ્ટૉપલૉસ તરીકે કરી શકાય. શુક્રવારે આવેલો ઉછાળો વેચાણ કાપણી થકી હોવાથી શંકાસ્પદ જણાય છે. સાવચેત રહેવું હિતાવહ.