60 વર્ષ બાદ નોકિયા (Nokia Changed Logo)એ પોતાના લૉગો બદલ્યો છે. કંપની તરફથી એક એ મોટો સંકેત છે કે તે નવા લૉગો સાથે માર્કેટમાં પુરજોશથી માર્કેટમાં પરત ફરી
તસવીર: સૌ. નોકિયા સીઈઓ ટ્વિટર
આશરે 60 વર્ષ બાદ નોકિયા (Nokia Changed Logo)એ પોતાના લૉગો બદલ્યો છે. કંપની તરફથી એક એ મોટો સંકેત છે કે તે નવા લૉગો સાથે માર્કેટમાં પુરજોશથી પરત ફરવા માટે આયોજન કરી રહી છે. નોંધનીય છે કે નોકિયાના નવા લૉગો(Nokia New Logo)માં પાંચ અલગ-અલગ ડિઝાઈન છે, જે મળીને NOKIA શબ્દ બની રહ્યો છે. આ વખતના લૉગોમાં રહેલા રંગો ખુબ જ ચમકદાર છે. પહેલો લૉગો માત્ર બ્લુ કલરનો જ હતો. આ નવા લૉગોમાં વિવિધ રંગો સામેલ છે, જે જોવામાં પણ ખુબ આકર્ષક લાગે છે.
Nokia એ હાલમાં જ લૉન્ચ કર્યો હતો ફોન
ADVERTISEMENT
તાજેતરમાં નોકિયાએ Nokia G22 ફોન લોન્ચ કર્યો. આ મોબાઈલ ફોનનું બૅક કવર 100 ટકા રીસાઈકિલ્ડ પ્લાસ્ટિકથી બનેલું છે. Nokia G22ની બૅટરી, ડિસ્પ્લે, ચાર્જિંગ પોર્ટ જેવી દરેક વસ્તુને ગ્રાહક ઘર પર જ રિપેર કરી શકશે. આની સાથે કંપની તમને મોબાઈલ ફોન સાથે ifixit કિટ ફ્રીમાં આપે છે. આ કીટની મદદથી તમે સ્માર્ટફોનનો કોઈ પણ પાર્ટ સરળતાથી બદલી શકો છો.
Nokia G22માં તમને 6.52 ઈંચની એચડી પ્લ, ડિસ્પ્લે મળે છે જે 90hzના રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. મોબાઈલ ફોન 4GB રૅમ અને 128GB ઈન્ટરનલ સ્ટોરેજ છે. ફોનની કિંમત 15, 500 રૂપિયાની આસપાસ છે. ફોનમાં ત્રિપલ કૅમેરા સેટઅપ છે, જેમાં 50 મેગા પિક્સલ મેઈન કૅમેરા છે જ્યારે ફ્રન્ટ સેલ્ફી માટે 8 મેગાપિક્સલ કૅમેરા લાગેલો છે. મોબાઈલ ફોન 5000 એમએએચની બૅટરી સાથે આવે છે જે 20 વૉટની ચાર્જિંગ સપોર્ટ કરે છે.
આ પણ વાંચો: તમારા સ્માર્ટફોનની બૅટરી બહુ નથી ચાલતી? તમે રોજિંદી ભૂલો તો નથી કરતાને
નોકિયાનો સૌથી વધુ વેચાતો ફોન આ Nokia 1100 છે. આ ફોનનું દુનિયાભરમાં લગભગ 250 મિલિયન (25 કરોડ)યુનિટ્સમાં વેચાણ થઈ ચૂક્યું છે. Nokia 1100ને 2003માં લૉન્ચ કરવામાં આવ્યો હતો. આનું એક સરળ અને ટકાઉ ડિવાઈસના રૂપમાં માર્કેટિંગ કરવામાં આવ્યું હતું. મજબુત, ટકાઉ, લાંબી બૅટરી લાઈફ અને યુઝર્સ ફ્રેન્ડલી ડિઝાઈનને કારણે તેની માંગ દુનિયાભરમાં હતી.

