વર્તમાન અને આગામી નાણાકીય વર્ષ માટે જીડીપી વૃદ્ધિનું અનુમાન અંશતઃ સ્થાનિક સ્થિતિસ્થાપકતાને કારણે માર્ચમાં કરાયેલા અનુમાનથી યથાવત્ રાખવામાં આવ્યું છે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
એસઍન્ડપી ગ્લોબલ રેટિંગ્સે ભારતના જીડીપી વૃદ્ધિનું અનુમાન છ ટકા જાળવી રાખ્યું છે અને કહ્યું છે કે ભારત એશિયા પૅસિફિક દેશોમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા હશે. વર્તમાન અને આગામી નાણાકીય વર્ષ માટે જીડીપી વૃદ્ધિનું અનુમાન અંશતઃ સ્થાનિક સ્થિતિસ્થાપકતાને કારણે માર્ચમાં કરાયેલા અનુમાનથી યથાવત્ રાખવામાં આવ્યું છે. અમે ભારત, વિયેટનામ અને ફિલિપીન્સમાં છ ટકાના દરે સૌથી ઝડપી વૃદ્ધિ જોઈ રહ્યા છીએ, એમ એસઍન્ડપી ગ્લોબલ રેટિંગ્સે એશિયા-પૅસિફિક માટેના એના ત્રિમાસિક આર્થિક અપડેટમાં જણાવ્યું હતું.

