ચાલુ ખાતાની ખાધ ચાલુ નાણાકીય વર્ષના બીજા છ મહિનામાં એપ્રિલ-સપ્ટેમ્બરની તુલનાએ જીડીપીના ૩.૩ ટકાથી મધ્યમ થવાની ધારણા છે
પ્રતીકાત્મક તસવીર
રિઝર્વ બૅન્કના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે ચાલુ ખાતાની ખાધ ચાલુ નાણાકીય વર્ષના બીજા છ મહિનામાં એપ્રિલ-સપ્ટેમ્બરની તુલનાએ જીડીપીના ૩.૩ ટકાથી મધ્યમ થવાની ધારણા છે, જે ગયા વર્ષે આજ સમયગાળામાં ૦.૨ ટકા હતી, વેપારખાધમાં તીવ્ર વધારો થયો હોવાથી ખાધ વધી છે.
ગવર્નરે ચાલુ નાણાકીય વર્ષની છેલ્લી દ્વિ-માસિક નાણાકીય નીતિની જાહેરાત કરતી વખતે જણાવ્યું હતું કે ‘કૉમોડિટીના નીચા ભાવને પગલે આયાતમાં ઘટાડો થવાને કારણે ત્રીજા ક્વૉર્ટરમાં પરિસ્થિતિમાં સુધારો જોવા મળ્યો છે, જેના પરિણામે વેપાર ખાધમાં ઘટાડો થયો છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : રિઝર્વ બૅન્કનો ઝટકો: EMI થશે મોંઘી, રેપો રેટમાં 0.25 ટકાનો વધારો થયો
વધુમાં, દાસે જણાવ્યું હતું કે ચાલુ વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં સેવાઓની નિકાસ વાર્ષિક ધોરણે ૨૪.૯ ટકા વધી છે, જે વૉફ્ટવેર, બિઝનેસ અને ટ્રાવેલ સેવાઓ દ્વારા સંચાલિત છે. વૈશ્વિક સૉફ્ટવેર અને આઇટી સેવાઓનો ખર્ચ ૨૦૨૩માં મજબૂત રહેવાની ધારણા છે.