ડિસેમ્બરના અંતિમ દિવસે એકસાથે ૪ કંપનીઓ નન્તા ટેક, ઍડમેક સિસ્ટમ્સ, બાઈ-કાકાજી પૉલિમર્સ અને પોલો ટેક્નો ઇન્ડસ્ટ્રીઝ લિસ્ટ થતાં ડિસેમ્બરનો કુલ આંકડો વધીને ૨૬ થયો હતો
ફાઇલ તસવીર
BSE SME પર પૂરા થયેલા ૨૦૨૫ના ડિસેમ્બરમાં સૌથી વધુ કંપનીઓ લિસ્ટ થઈ છે. ડિસેમ્બરના અંતિમ દિવસે એકસાથે ૪ કંપનીઓ નન્તા ટેક, ઍડમેક સિસ્ટમ્સ, બાઈ-કાકાજી પૉલિમર્સ અને પોલો ટેક્નો ઇન્ડસ્ટ્રીઝ લિસ્ટ થતાં ડિસેમ્બરનો કુલ આંકડો વધીને ૨૬ થયો હતો.
ડિસેમ્બરમાં એક જાહેર રજાને બાદ કરતાં બાવીસ દિવસ કામકાજ થયું હતું એ પ્રમાણે જોઈએ તો BSE SME પર રોજની એકથી વધુ કંપની લિસ્ટ થઈ છે. આની સામે ગયા મહિને એટલે કે નવેમ્બરમાં માત્ર ૬ કંપનીઓ લિસ્ટ થઈ હતી. ૨૦૨૫માં BSE SME પર આશરે ૧૩૮ કંપનીઓ લિસ્ટ થઈ છે.
ADVERTISEMENT
BSE SME પ્લૅટફૉર્મ પર અત્યાર સુધીમાં કુલ ૬૮૯ કંપનીઓ લિસ્ટ થઈ છે જેમાંથી ૧૯૮ કંપનીઓ વિકાસ કરીને મેઇન બોર્ડમાં સ્થળાંતર કરી ગઈ છે. આ પ્લૅટફૉર્મ પર લિસ્ટ થયેલી કંપનીઓએ અત્યાર સુધીમાં ૧૪,૩૩૩.૫૫ કરોડ રૂપિયા એકત્ર કર્યા છે, જેમનું માર્કેટ કૅપિટલાઇઝેશન અત્યારે ૧,૯૮,૫૨૮.૩૫ કરોડ રૂપિયાનું થયું છે.


