કંપનીએ પહેલાંથી જ Q8 સેલિબ્રેશન, RS5 અને S5ની કિંમતમાં એપ્રિલથી ૨.૪ ટકા સુધીનો વધારો કર્યો છે.
પ્રતીકાત્મક તસવીર
જર્મન ઑટોમેકર આઉડીએ જણાવ્યું કે એ કસ્ટમ ડ્યુટી અને ઇન્પુટ ખર્ચમાં વધારાની અસરને સરભર કરવા માટે પહેલી મેથી Q3 અને Q3 સ્પોર્ટબૅકની કિંમતમાં ૧.૬ ટકા સુધીનો વધારો કરશે. કંપનીએ પહેલાંથી જ Q8 સેલિબ્રેશન, RS5 અને S5ની કિંમતમાં એપ્રિલથી ૨.૪ ટકા સુધીનો વધારો કર્યો છે. આઉડી ઇન્ડિયાના વડા બલબીર સિંહ ઢિલ્લને એક નિવેદનમાં જણાવ્યું હતું કે ‘આઉડી ઇન્ડિયામાં અમે અમારા ગ્રાહકોને શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરીએ છીએ, પરંતુ કસ્ટમ ડ્યુટી અને ઇન્પુટ ખર્ચમાં વધારો થવાથી અમને અમારી કિંમતમાં વધારો કરવાની ફરજ પડી છે.