વિશ્વભારતી સંસ્થાન,અમદાવાદ દ્વારા દર વર્ષે દેશના વિભિન્ન પ્રાંતમાં તેમ જ વિદેશમાં પણ આયોજિત થતા જૂઈ મેળાનું આયોજન આ વર્ષે મુંબઈ ખાતે કરવામાં આવ્યું છે.
તારીખ 30મી માર્ચ ૨૦૨૪, શનિવારના રોજ યોજાનાર આ કાર્યક્રમનું આયોજન વિશ્વભારતી સંસ્થાન, યુનિવર્સિટી ઑફ મુંબઈના વિમેન્સ ડેવલપમેન્ટ સેલ, મણીબેન નાણાવટી વિમેન્સ કૉલેજ અને લેખિની સંસ્થાના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે. કાર્યક્રમનો સમય સવારના ૧૦.૦૦થી સાંજના ૬.૦૦ વાગ્યાનો રહેશે.
આ કાર્યક્રમમાં ગુજરાતી, મરાઠી, હિન્દી અને ઓડિયા એમ ચાર ભિન્ન ભારતીય ભાષાનાં ૨૭ સ્ત્રી સર્જકો વિવિધ સાહિત્ય સ્વરૂપોમાં સ્વરચિત કૃતિઓનું પઠન કરશે.
આ કાર્યક્રમમાં કાવ્ય, નિબંધ, નવલિકા, આદિ
વિવિધ સાહિત્ય સ્વરૂપો, અનુવાદકળા અને પત્રકારત્વ વગેરે ક્ષેત્રોમાં પોતાનું મહત્વપૂર્ણ પ્રદાન કરનાર નારીપ્રતિભાને પારિતોષિક અર્પણ થશે અને સમાજ, સંસ્કૃતિ તથા શિક્ષણક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર સન્નારીઓનું સન્માન કરવામાં આવશે.
આ કાર્યક્રમ માટેનું સ્થળ મણીબેન નાણાવટી વિમેન્સ કૉલેજ, વિલેપાર્લે (પશ્ચિમ), મુંબઈ છે. પ્રવેશ નિ:શુલ્ક છે, સર્વે સાહિત્યરસિકોને નોંઘ લેવા તથા ઉપસ્થિત રહેવા આમંત્રણ છે.