શ્રુતિ નંદોસ્કર કહે છે કે, 'એકત્વ એ એકતાની ભાવના લઈને આવે છે. આ શૉમાં એકસાથે વિવિધ શાસ્ત્રીય નૃત્ય પરંપરાઓને વણી લેવામાં આવી છે. અહીં તમને કથક, ભરતનાટ્યમ, ક્ષત્રિય અને યક્ષગાન આ ચારેય ફોર્મ જોવા મળશે. આમ તો દરેક નૃત્ય સ્વરૂપની તેની પોતાની ભાષા અને સંવેદનશીલતા તેની કથા દ્વારા રજૂ થતી હોય છે, પણ જ્યારે એ એકસાથે રજૂ થાય છે ત્યારે તે એકથી અનેક સુધીની યાત્રા બની રહે છે'
આ સમગ્ર આયોજનની સંકલ્પના શ્રુતિ નંદોસ્કર દ્વારા કરાઇ છે. કલાકાર તરીકે પ્રતીશા સુરેશ (ક્ષત્રિય-સૉલો), રાજશ્રી ઑક અને શ્રુતિ નંદોસ્કર (કથક-ડ્યુએટ), અંકિતા નાયક અને ટીમ (યક્ષગાન-ટ્રિયો), નિશા મંગલમપલ્લી (ભરતનાટ્યમ-ગ્રૂપ) રજૂ થશે.
આ શૉ ૨૬મી જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ સાંજે ૬.૦૦ કલાકે બોરિવલી (પશ્ચિમ) ખાતેના અટલ સ્મૃતિ ઉદ્યાનમાં થશે.
સૌ નૃત્ય રસિકોને ભાવભર્યું આમંત્રણ છે.


