કવિતા લખતાં શીખવું છે?- તો અકાદમીની' કવિતા કઈ રીતે લખશો' શિબિર બુધવારે કાંદીવલીમાં યોજાઈ છે મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા કાંદીવલી એજ્યુકેશન સોસાયટીના સહયોગથી ' કવિતા કઈ રીતે લખશો ' એ શિબિરનું આયોજન થયું છે જેમાં વરિષ્ઠ ગઝલકાર પંકજ શાહ ગઝલ વિશે તથા કવયિત્રી જ્યોતિ હિરાણી ગીત વિશે માર્ગદર્શન આપશે. કવિ સંજય પંડ્યા કાવ્યનાં વિવિધ સ્વરૂપોથી વિદ્યાર્થીઓ તથા ભાવકોને પરિચિત કરાવશે .શિબિરનો સમય સવારે ૧૧થી ૧ વાગ્યા સુધીનો છે.
કવિ સંજય પંડ્યા, પંકજ શાહ અને જ્યોતિ હિરાણી
આ શિબિરમાં જોડાનારનું એક વોટ્સએપ ગ્રૂપ પણ બનશે જેમાં કાવ્ય લખનારાંને બે મહિના માર્ગદર્શન અપાશે. આ કાર્યક્રમ માટે સંકલન સહાય પ્રો. દીપ્તિ બૂચની છે. જો તમારે કવિતા લખતાં શીખવું હોય તો ૨૫ સપ્ટેમ્બર બુધવારે સવારે ૧૧ વાગ્યે કેઈએસ શ્રોફ કૉલેજ, ભુલાભાઈ દેસાઈ રોડ, જૈન દેરાસર સામે, કાંદીવલી પશ્ચિમના સરનામે પહોંચી જજો. આ કાર્યક્રમમાં સહુ કોઈ સહભાગી થઈ શકે છે.