પરિચય ટ્રસ્ટ દ્વારા ટહુકો ફાઉન્ડેશનના સહયોગમાં ‘કાલાતીત મંદિરો’ શ્રેણી અંતર્ગત ત્રીજા ભાગના વ્યાખ્યાનનું આજે શુક્રવાર, ૯ જાન્યુઆરીએ સાંજે પાંચ વાગ્યે આયોજન કરવામાં આવ્યું છે. એમાં સંશોધક જિજ્ઞેશ દેખતાવાલા ભારતનાં વિવિધ મંદિરોની કથાઓ અને ઇતિહાસને આવરતી દૃશ્ય-શ્રાવ્ય પ્રસ્તુતિ કરશે. સ્થળ : પરિચય ટ્રસ્ટ, મહાત્મા ગાંધી મેમોરિયલ બિલ્ડિંગ, ચર્ની રોડ-વેસ્ટ.


