
વાર્તાકાર વર્ષા વોરા `ત્વરા' અને તેમનું પુસ્તક દુઝતા ઘાવ'નું સુંદર મુખપૃષ્ઠ
મુંબઈમાં છેલ્લાં થોડાંક વર્ષોમાં અનેક નારી લેખિકાઓ નવલકથા, નિબંધ, વાર્તા અને કવિતા ક્ષેત્રે પોતાની પગલીઓ પાડી રહી છે. કલમ નવી હોવા છતાં સતત એને ધાર કાઢવાનો પ્રયાસ એમનાં સર્જનોમાં પામી શકાય છે. આવા જ એક વાર્તાકાર વર્ષા વોરા `ત્વરા'ના પ્રથમ વાર્તાસંગ્રહ `દુઝતા ઘાવ'નું વિમોચન મંગળવાર, તા. ૧ એપ્રિલે સાંજે ૫.૦૦ વાગ્યે જુહુ જાગૃતિ સેમિનાર હૉલ, મીઠીબાઈ કૉલેજ ખાતે યોજાશે.
નવભારત સાહિત્ય મંદિર પ્રકાશિત પુસ્તકમાં અઢાર વાર્તાઓ સમાવિષ્ટ છે. વિમોચન પ્રસંગે આયોજિત વાચિકમ પ્રયોગમાં પુસ્તકમાંથી કેટલીક વાર્તાઓનું ભાવવાહી પઠન કલાકાર રાજુલ દીવાન, ડૉ. પ્રીતિ જરીવાલા, જ્હોની શાહ અને અર્ચના શાહ દ્વારા કરવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ હિતેન આનંદપરા કરશે.