મુંબઈના ગુજરાતી સાહિત્ય ચાહકો માટે કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઉપરા ઉપરી કાર્યક્રમ યોજી રહી છે. વ્યક્તિને સંવેદનશીલ બનાવવામાં કવિતા મોટો ભાગ ભજવે છે. ' સાહિત્ય મંચ ' નામે યોજાયેલા સાહિત્ય અકાદમીના આ કાર્યક્રમમાં જાણીતા કવિઓ સંદીપ ભાટિયા, મુકેશ જોશી અને જ્યોતિ હિરાણી સાથે નવી પણ તેજસ્વી કલમો દિગંત મેવાડા અને પારુલ વોરા કાવ્યપાઠ કરશે.
મુકેશ જોશી, સંદીપ ભાટિયા અને દિગંત મેવાડા
જ્યોતિ હિરાણી અને પારૂલ વોરા
સાહિત્ય અકાદમીના મુંબઈ કાર્યાલયના પ્રભારી ઓમ પ્રકાશ નાગર સ્વાગત વક્તવ્ય આપશે. સંયોજક સંજય પંડ્યા પરિચય આપશે અને આભારવિધિ કરશે. આ કાર્યક્રમ ૬ ડિસેમ્બર શુક્રવારે સાંજે ૭.૩૦ વાગ્યે સાઈબાબા મંદિર બીજે માળે,સાઈબાબા નગર,બોરીવલી પશ્ચિમના સરનામે યોજાયો છે . ૭ વાગ્યે આવનાર ભાવકો ચા કૉફી માણી શકશે.ઝરુખો ( શ્રી સાઈલીલા વેલ્ફેર ટ્રસ્ટ) આ કાર્યક્રમની સહયોગી સંસ્થા છે અને સર્વેને હાજરી આપવા નિમંત્રણ છે.