આગામી ૧૩ જુલાઈના રોજ સાંજે ૭ વાગ્યે, નહેરુ સેન્ટર ઑડિટોરિયમમાં સુનાદ ગ્રુપના કલાકરો ઈશા રૂમી પરફોર્મ કરશે. ઈશા રૂમી સંગીત અને નાટકનો અદ્ભુત સમન્વય છે. ઈશાવાસ્યમ હિન્દૂ પુરાણમાં સૌથી વધારે મહત્વ ધરાવતું ઉપનિષદ છે, INT આદિત્ય બિરલા સેન્ટર ફોર પર્ફોર્મિંગ આર્ટ્સ દ્વારા આ નાટક ખૂબ સુંદર રીતે ભજવાશે.
ઈશા રૂમી : બિયોન્ડ ફોર્મ, એ બે ગહન આધ્યાત્મિક ગ્રંથોનું અસાધારણ સંયોજન છે, જે ધ્રુપદની ભારતીય સંગીત પરંપરા દ્વારા જીવંત કરવામાં આવશે, ગાયકોનું સુમધુર જૂથ મનમોહક કળા પાથરશે અને એ અભિવ્યક્તિ ટાણે, સમય સ્થગિત લાગશે. આ અનુભવ પ્રેક્ષકો માટે તદ્દન નવો હશે.
આ નાટ્યરચનામાં ૧૮ ઈશાવાસ્યમના શ્લોક લેવામાં આવ્યા છે, તેમાં મુખ્યત્વે દરેક વસ્તુમાં પરમાત્માનો વાસ, વ્યક્તિઓમાં ત્યાગની લાગણી તેમ જ આત્મજ્ઞાનની અનુભૂતિ દર્શાવી છે, પ્રખ્યાત સૂફી કવિ જલાલુદ્દીન રૂમી દ્વારા લખાયેલ મસનવી એક કાવ્યાત્મક માસ્ટરપીસ છે જે આત્માની રહસ્યમય યાત્રા અને દૈવીત્યના પ્રેમ અને હૂંફની શોધમાં છે.