મુંબઈનાં વરિષ્ઠ સાહિત્યકાર મિનાક્ષીબેન ચિતરંજન દીક્ષિતનું (ઉં. વ. ૮૯) ગઈ કાલે સાંજે તા. ૨૪ એપ્રિલ ૨૦૨૪ના રોજ દુઃખદ અવસાન થયું છે. મિનાક્ષીબેન ઉત્તમ સર્જક અને ઉમદા વ્યકિત હોવા ઉપરાંત હાસ્યલેખક બકુલ ત્રિપાઠીના બહેન પણ હતાં. મિનાક્ષીબેનનાં ત્રણ પુસ્તકો પ્રગટ થયાં છે. એમાંથી ‘અંજની તને યાદ છે?’ સ્મરણકથાને ગુજરાત સાહિત્ય પરિષદનું શ્રી ભગિની નિવેદિતા પારિતોષિક અને શ્રી તખ્તસિંહજી પરમાર પારિતોષિક મળ્યાં છે. આ સિવાય ‘ઘેર ઘેર લીલા લહેર’ નામે હળવા નિબંધોનો સંગ્રહ અને ‘એક નવો જ વળાંક’ નામે કમલેશ બક્ષીની શ્રેષ્ઠ વાર્તાઓનો અનુવાદ પ્રકાશિત થયા છે. એમની વાર્તા ‘હિંચકો’ અનેક સામયિકોમાં પોંખાઈ છે. એમના નિબંધો, વાર્તાઓ , અને લલિત લેખો લગભગ દરેક અગ્રણી સામયિકોમાં પ્રગટ થતાં રહ્યાં છે. એમની અંતિમ યાત્રા ૨૫ એપ્રિલ ના રોજ બપોરે ૨ વાગ્યે તેમના નિવાસસ્થાન 1303, લક્ષ્મી છાયા, બાભાઈ નાકા, એલટી રોડ, બોરીવલી પશ્ચિમ, મુંબઈથી નીકળશે. સંપર્ક: મિતા દીક્ષિત – 9967660002.